ગઢડા ગોપીનાથજી મંદિરના પાર્ષદ સંજય ભગત સામે મહિલાને બ્લેકમેઇલ કરવાની ફરિયાદ

સંજય ભગત.

Gadhada gopinathji temple: સંજય ભગત (Sanjay Bhagat) અને મિલન બ્રાહ્મણ નામનો વ્યક્તિ બનાવટી બીભત્સ તસવીરો બનાવીને શારીરિક સંબંધ માટે દબાણ કરતા હોવાનો મહિલાની દાવો.

  • Share this:
    બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિર (Shree Swaminarayan Temple- Gadhada) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. હવે અહીં મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સામે એક મહિલાને બ્લેકમેઇલ (Black Mailing) કરવાની ફરિયાદ ગઢડા પોલીસ મથકે (Gadhada police station) નોંધાઈ છે. ગોપીનાથજી મંદિર (Gopinathji temple)ના પૂર્વ પૂજારી અને પાર્ષદ એવા સંજય ભગત (Sanjay Bhagat) સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદ પ્રમાણે સંજય ભગત અને મિલન બનાવટી તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા.

    પોલીસ ફરિયાદ પ્રમાણે સંજય ભગત (Gopinathji temple parshad Sanjay Bhagat) એક મહિલાને બ્લેકમેઇલ કરતો હતો. સંજય ભગતે મહિલાના બનાવટી બીભત્સ ફોટો બનાવી લીધા હતા. આ તસવીરોને લઈને સંજય ભગત મહિલાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. આ મામલે મહિલાએ સંજય ભગત સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે પાર્ષદ સંજય ભગન અને મિલન નામના વ્યક્તિ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: 'આ પોટલીમાં પૈસા છે, ખોલી આપશો?' દાગીના પડાવી લેવાની નવી મોડસ ઓપરેન્ડી- વાંચો અમદાવાદનો કિસ્સો

    આ બનાવે આખા જિલ્લામાં ચકચાર મચાવી છે. મહિલાની ફરિયાદ પ્રમાણે સંજય ભગત અને મિલન બ્રાહ્મણ નામના વ્યક્તિએ તેણીની બનાવટી બીભત્સ તસવીરો બનાવી છે. અને આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી બંને તેણીને બ્લેકમેઇલ કરી રહ્યા છે, તેમેજ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યા છે. મહિલાએ ગઢડા પોલીસ મથક ખાતે આ બાબતની ફરિયાદ આપી છે.

    આ પણ વાંચો: શું એક મર્યાદાથી વધારે સોનું ઘરમાં હોય તો સરકાર જપ્ત કરી શકે? જાણો ઘરમાં કેટલું સોનું રાખી શકાય 

    ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિલાએ બંનેને તાબે થવાનો ઇન્કાર કર્યા બાદ બંનેએ આ બનાવટી તસવીરો વાયરલ કરી દેવાની અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. પોલીસે આ બંને શખ્સ સામે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયનું ગઢડા ખાતેનું મંદિર અવારનવાર વિવાદમાં આવતું રહે છે.

    આ પણ વાંચો: વૉટ્સએપ હવે યૂઝર્સની ચેટ થર્ડ પાર્ટી પાસે પહોંચી જવાનું વધુ એક 'છીંડું' બંધ કરશે

    સંજય ભગત સામે માર્ચમાં પણ નોંધાઈ હતી ફરિયાદ

    માર્ચ, 2021માં ગોપીનાથજી મંદિરના મેનેજર નરેન્દ્રસિંહ અસવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં આચાર્ય પક્ષના પાર્ષદ મૌલિક ભગત અને સંજય ભગત સામે ફરિયાદ આપી હતી. જેમાં કહેવાયું છે કે, ગત સાતમી સપ્ટેમ્બર, 2020ના રોજ ગઢડાના વાઢાલા ચોકથી આગળ ખોજા મસ્જિદ પાસે મંદિરની જે મિલકત આવેલી છે અને તે જર્જરીત થયેલી છે. આથી ગઢડા નગરપાલિકા દ્વારા જર્જરીત મકાન ઉતારી લેવા 25/082020ના રોજ મંદિરને નોટિસ આપવામાં આવી હતી. જે બાદમાં મજૂરો પાસેથી મકાનનો કાટમાળ ઉતારવાનું કામ શરૂ રાખ્યું હતું. એવામાં 07/09/2020ના રાત્રિના 10 વાગ્યાની આસપાસ બંને પાર્ષદોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને જે.સી.બી વડે દીવાલ તોડી નુકસાન કર્યું છે. આ મામલે ગઢડા પોલીસે બંને પાર્ષદ વિરુદ્ધ કલમ 449, 427 હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: