Home /News /kutchh-saurastra /

ગઢડા ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં આવ્યું, આચાર્ય પક્ષના બે પાર્ષદ સામે પોલીસ ફરિયાદ

ગઢડા ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં આવ્યું, આચાર્ય પક્ષના બે પાર્ષદ સામે પોલીસ ફરિયાદ

બે પાર્ષદ સામે ફરિયાદ.

પાંચ મહિના પહેલા આચાર્ય પક્ષના પાર્ષદ મૌલિક ભંગત અને સંજય ભંગતે મંદિરની દીવાલ જે.સી.બી વડે તોડી નુકસાન પહોંચાડવા મામલે મંદિરના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી.

    પ્રકાશ સોલંકી, બોટાદ: ગઢડા શહેરમાં ઢાલા ચોકમાં આવેલા ગોપીનાથજી મંદિર (Gadhada Swaminarayan Mandir)ના મિલકતમાં નુકસાન મામલે મંદિરના મેનેજર (Temple Managar) દ્વારા આચાર્ય પક્ષના બે પાર્ષદ સામે ગઢડા પોલીસ સ્ટેશન (Gadhada police station)માં પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ રીતે ફરી એકવાર ગઢડા મંદિર ચર્ચામાં આવ્યું છે. ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી મંદિર કે જ્યાં સત્તાને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સતત વિવાદો થતા રહે છે. હાલ ગોપીનાથજી મંદિરમાં દેવ પક્ષનું સાશન છે. ત્યારે ગોપીનાથજી મંદિર આજે ફરી ચર્ચમાં આવ્યું છે.

    ગોપીનાથજી મંદિરના મેનેજર નરેન્દ્રસિંહ અસવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં આચાર્ય પક્ષના પાર્ષદ મૌલિક ભંગત અને સંજય ભગત સામે ફરિયાદ આપી છે. જેમં કહેવાયું છે કે, ગત સાતમી સપ્ટેમ્બર, 2020ના રોજ ગઢડાના વાઢાલા ચોકથી આગળ ખોજા મસ્જિદ પાસે મંદિરની જે મિલકત આવેલી છે અને તે જર્જરીત થયેલી છે. આથી ગઢડા નગરપાલિકા દ્વારા જર્જરીત મકાન ઉતારી લેવા 25/082020ના રોજ મંદિરને નોટિસ આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: અરવલ્લી: પ્રામાણિકતા ફરી જીતિ ગઈ, બે બાળકોએ રોડ પરથી મળેલા 50 હજાર રૂપિયા પોલીસને સોંપ્યા



    આ પણ વાંચો: વધુ એક ડામ માટે તૈયાર રહો! હવે દવાના ભાવમાં 20% સુધીનો તોળાતો ભાવ વધારો

    જે બાદમાં મજૂરો પાસેથી મકાનનો કાટમાળ ઉતારવાનું કામ શરૂ રાખ્યું હતું. એવામાં 07/09/2020ના રાત્રિના 10 વાગ્યાની આસપાસ બંને પાર્ષદોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને જે.સી.બી વડે દીવાલ તોડી નુકસાન કર્યું છે.

    આ મામલે ગઢડા પોલીસે બંને પાર્ષદ વિરુદ્ધ કલમ 449, 427 હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પાંચ મહિના બાદ ફરિયાદ નોંધાતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. હાલ અનેક તર્ક-વિતર્ક સાથે મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં મંદિરમાં ફરી નવો વિવાદ સર્જાય છે કે નહીં તે જોવાનું રહ્યું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Acharya Paksha, Dev Paksha, Gadhada, Religion, Temple

    આગામી સમાચાર