Home /News /kutchh-saurastra /Gadhada BAPS: ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પૂજારીનો મૃતદેહ

Gadhada BAPS: ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પૂજારીનો મૃતદેહ

ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

આ અંગેની જાણ થતા, DYSP,  LCB, SOG સહિતનો મસમોટો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. BAPS મંદિરમાંથી મળી આવેલા શંકાસ્પદ ડેડબોડીને લઈને પોલીસનો ધમધમાટ શરૂ થયો છે.

ગઢડા: જનમાષ્ટમીના પાવન દિવસે ગઢડામાંથી (Gadhada BAPS) દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ BAPS મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

આ અંગેની જાણ થતા, DYSP,  LCB, SOG સહિતનો મસમોટો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. BAPS મંદિરમાંથી મળી આવેલા શંકાસ્પદ ડેડબોડીને લઈને પોલીસનો ધમધમાટ શરૂ થયો છે.

પોલીસે તપાસ શરૂ કરી છે

ગુજરાતના અન્ય સમાચાર


અમદાવાદના પરિવારને અકસ્માત નડતા પરિવાર વિંખાયો


અમદાવાદ: ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે વે (Ahmedabad–Vadodara Expressway) પર અકસ્માત થયો છે. અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે. અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની હોસ્પિટલ (Nadiad Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ભરૂચ ખાતે પરિવારના એક સભ્યને અકસ્માત નડ્યા બાદ પરિવાર કારમાં સવાર થઈને તેની તબિયત પૂછવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારને પણ નડિયાદ ખાતે અકસ્માત પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રોડની બાજુમાં ઊભેલા એક કન્ટેનર સાથે કારની ટક્કર થઈ હતી. જેમાં તમામ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતાં.
આજની રાત્રીનું હોય છે ખાસ મહત્ત્વ

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જગત મંદિર દ્વારકાના પુજારી પરિવારના હેમલભાઈ પ્રવિણચંદ્ર ઠાકરે જણાવ્યું છે કે, વર્ષમાં બે વખત ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. જયેષ્ઠાભિષેક વખતે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. જ્યારે કે, બીજી વખતે કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. આમ, વર્ષમાં બે વખત ભક્તજનો ભગવાનના શ્રી અંગના દર્શન કરી શકે છે.
First published:

Tags: Janmashtami 2022, Murder mystery, ગુજરાત, જન્માષ્ટમી, બોટાદ