બોટાદ-બનાસકાંઠા-પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની-વિદ્યાર્થી સહિત ચારના મોત

News18 Gujarati
Updated: January 11, 2019, 10:47 PM IST
બોટાદ-બનાસકાંઠા-પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની-વિદ્યાર્થી સહિત ચારના મોત
પંચમહાલ અકસ્માત સર્જનાર ડમ્પર

આજે પણ રાજ્યમાં રોડ અકસ્માતની ત્રણ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

  • Share this:
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ અકસ્માતની સંખ્યા પણ વધતી જાય છે. આજે પણ રાજ્યમાં રોડ અકસ્માતની ત્રણ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

સૌપ્રથમ બોટાદ જીલ્લાની વાત કરીએ તો, બોટાદના ગઢડા રોડ પર મહાજન પાંજરાપોળ પાસે કાર અને એક્ટિવા વચ્ચે જબરદસ્ત અકસ્માત થયો જેમાં એક્ટિવા ચાલક પતિ-પત્નીના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે.

આ બાજુ બનાસકાંઠાના ભાભર-રાધનપુર હાઈવે પર એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં એક બાઈક સવારનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. એક જીપ ચાલકે ફૂલ સ્પીડમાં બાઈકને અડફેટે લીધું હતું, જીપ ચાલક બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયો છે. અકસ્માતની ઘટના મેઈન હાઈવે પર બનતા, ભાભર રાધનપુર હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જોકે, પોલીસે ઘટના સ્થળ પર આવી મામલો સંભાળી લીધો હતો.

તો પંચમહાલમાં પણ એક અકસ્માત સર્જાયો જેમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. પંચમહાલના ગોધરાના મહુલિયા ગામે ડમ્પરે બે વિદ્યાર્થીને અડફેટે લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બે વિદ્યાર્થી સ્કૂલે જવા માટે સાઈકલ પર જઈ રહ્યા હતા, તે સમયે ડમ્પર ચાલકે બંને વિદ્યાર્થીને અડફેટે લીધા હતા. જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો, તો બીજા વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.
First published: January 11, 2019, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading