બોટાદ: ગઢડામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં ભયંકર આગ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

બોટાદ: ગઢડામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં ભયંકર આગ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
ગઢડામાં ડિઝલ ટેન્કરમાં આગ

આગ એટલી વિકરાળ છે કે, આગના ધુમાડા પુરા શહેરમાંથી જોવા મળી રહ્યા છે. આગના પગલે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.

 • Share this:
  પ્રકાશ સોલંકી, ગઢડા : બોટાદ જિલ્લાના ગઢડામાં એક ડિઝલ ટેન્કરમાં વિકરાળ આગ લાલતા દોડધામ મચી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે, આગના ધુમાડા પુરા શહેરમાંથી જોવા મળી રહ્યા છે. આગના પગલે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા શહેર જે સ્વામિનારાણ મંદિરના મુખ્ય સ્થાન તરીકે રાજ્ય સહિત વિશ્વભરમાં જાણીતું શહેર છે. ગઢડાના કનૈયાના ચોકમાં ઉભા રહેલા ડિઝલ ટેન્કરમાં અચાનક કોઈ કારણસર આગ લાગતા થોડી જ ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ટેન્કરમાં ડિઝલ ભરેલું હોવાથી આસપાસના રહિશો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી.  વિગતે ઘટનાની વાત કરીએ તો, ગઢડામાં પેટ્રોલ પંપ પર ડિઝલ સપ્લાય માટે આવેલા ડિઝલ ટેન્કરમાં કનૈયા ચોક પાસે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ ટેન્કરનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરી ઉતરી જતા કોઈ જાનહાની થઈ નથી. જોકે, ટેન્કરમાં ડિઝલ ભરેલું હોવાથી આગે થોડી જ ક્ષણમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને પુરૂ ટેન્કર આગની લપેટમાં આવી ગયું છે.

  વિકરાળ આગના કારણે કાળા ડિબાંડ ધુમાડાના ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા. જેને પગલે ધુમાડા પુરા શહેરમાંથી જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળા કૂતુહલવશ જોવા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસ અને તંત્રને કરવામાં આતા પોલીસનો કાફલો અને મામલતદાર ઘટના સ્થળે હાલ પહોંચી ગયા છે.

  આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી છે. પરંતુ ફાયર ટીમ આવે તે પહેલા જ આગ બળીને ખાખ થઈ ગઈ છે. ડિઝલ ભરેલું હોવાથી આગની લપેટો 15-20 ફૂટ ઉંચે સુધી જોવા મળી રહી છે. પોલીસ હાલમાં લોકોને ઘટના સ્થળ પરથી દુર ખસેડી રહી છે, જેથી કોઈ મોટો બ્લાસ્ટ કે દુર્ઘટના સર્જાય તો કોઈને જાનહાની ના પહોંચે.
  Published by:kiran mehta
  First published:December 31, 2020, 17:19 pm