Botad Murder Case : બોટાદ (Botad) જિલ્લાના શકરપરા (Shakarpara Village) વિસ્તારમાં પિતા પુત્રએ જમીનના શેઢા બાબતે પાડોશી ખેતર માલિકને પાવડા અને સળીયા વડે ઢોર માર મારી તેની હત્યા (Murder) કરી દીધી, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી દીધી છે.
પ્રકાશ સોલંકી, બોટાદ : 'જળ, જમીન અને જોરૂ - ત્રણે કજીયાના છોરૂ,' આ કહેવત આજે બોટાદ જીલ્લામાં ખરી સાબિત થઈ છે. જીલ્લાના અળવ ગામની સીમમાં જમીનના શેઢા બાબતે પિતા પુત્રએ આધેડની તીક્ષ્ણ હથીયાર વડે ઘાતકી હત્યા કરી દીધી હોવાનું સામે આવતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા ૧૫ દિવસથી જમીનના શેઢા બાબતે પાડોશી ખેતર માલિક સાથે બોલાચાલી ચાલતી હતી, જેમાં પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા અને એક આધેડ ખેડૂતને રહેંસી નાખ્યો, પોલીસ દ્વારા લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મુતર્કના પુત્રએ રાણપુર પોલીસમાં ફરિયાદ નોધાવતા ગણતરીના કલાકોમાં આરોપીની કરવામાં આવી ધરપકડ.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ શહેરના શકરપરા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલ ઉવ . ૬૪ જેમની જમીન અળવ ગામના સિમ જૂનો શેથળી રોડ પર આવેલી છે. ત્યારે તેમની બાજુમાં જ લઘરભાઈ માવજીભાઈ ચાવડાની જમીન આવેલ છે. જેમાં જમીનના શેઢા બાબતે છેલ્લા ૧૫ દિવસથી બોલાચાલી થતી હતી, ત્યારે આજે સવારના સમયે ઘનશ્યામભાઈ હડીયલ તેમના ખેતરે પાણી વાળતા હોઈ તે સમયે સેઢા બાબતની દાઝ રાખી લઘરાભાઈ માવજીભાઈ ચાવડા અને તેનો પુત્ર હરેશભાઈ લઘરાભાઈ ચાવડા ખેતરે આવેલ અને હાથમાં પાવડો અને સોરીયા જેવા હથીયારથી પાણી વાળતા ઘનશ્યામભાઈને માથામાં તેમજ અન્ય જગ્યાઓ ઉપર મારેલ અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ લોકોને થતા તુરંત ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને લોહી લુહાણ હાલતમાં બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મુત જાહેર કરવામાં આવ્યા. આ બનાવ અંગે મુત્તકના પુત્ર જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ હડીયલે રાણપુર પોલીસ સ્ટેશનમાં લઘરાભાઈ માવજીભાઈ ચાવડા અને તેનો પુત્ર હરેશભાઈ લઘરાભાઈ ચાવડા સામે હત્યાની ફરિયાદ નોધાવતા બોટાદ એલ.સી.બી તેમજ રાણપુર પોલીસ દ્વારા ફરિયાદના આધારે તાત્કાલિક બને આરોપી પિતા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Kiran Mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર