પ્રકાશ સોલંકી, બોટાદ : બોટાદમાં રવિવારે સાંજના સમયે એક ખુલ્લા પ્લોટનાં મામલે એક યુવાને પિતા, પુત્ર અને પુત્રી પર છરીનાં ઘા ઝીંકી દીધા હતાં. આરોપીએ પિતા-પુત્રની હત્યા કરી નાખી હતી, જયારે પુત્રીને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. દરમિયાનમાં આરોપી ગણતરીનાં કલાકોમાં જ ઝડપાઇ ગયો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બોટાદનાં જ્યોતિગ્રામ સર્કલ પાસે આવેલ વોરાવાડ વિસ્તારમાં રહેતા 70 વર્ષનાં નુરાભાઈ અલારખ ભાઈ જોખિયા તેમજ 42 વર્ષનાં ફિરોઝ નુરાભાઈ જોખિયાની જમીન મકાન મામલે ચાલતા ડખાને કારણે કૌટુમ્બિક ભાણેજે છરી વડે હુમલો કરી હત્યા કરવામાં આવી. હત્યા કરનાર જાવેદ ગુલમહમદ જાખરા દ્વારા છરી વડે હુમલા દરમ્યાન પિતા તેમજ દાદાને બચાવવા જનાર પુત્રી પર પણ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં ઘાયલ સલમાબેન ફિરોજભાઈ જોખિયાને ગંભીર ઇજા થઇ હતી. તેમને પ્રથમ સારવાર માટે બોટાદની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં બોટાદ ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ સહિત એસ.ઓ.જી., એલ.સી.બી.નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. છરી વડે હુમલો કરી ફરાર શખ્સને ગણતરીનાં કલાકોમાંજ બોટાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. હત્યા કરી ફરાર આરોપીની પ્રાથમિક પૂછપરછ કરવામાં ખુલાસો થયો છે. જિલ્લા પોલીસ વડાએ આ અંગે જણાવતા કહ્યું છે કે, ' આ હત્યા જમીન - મકાન મામલે હત્યા કરવામાં આવી હતી.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર