બોટાદ: ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકું બનાવવાનું કારખાનું ઝડપાયું


Updated: September 19, 2020, 8:42 PM IST
બોટાદ: ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકું બનાવવાનું કારખાનું ઝડપાયું
પોલીસે બે આરોપી સહિત રૂપિયા 2,96,520નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

પોલીસે બે આરોપી સહિત રૂપિયા 2,96,520નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

  • Share this:
પ્રકાશ સોલંકી, બોટાદ : જિલ્લાના હાડદડ-કાનીયાડ ચોકડી પાસે એક મકાનમાં ચાલતું નકલી વિમલ પાન માસાલા અને નકલી બાગબાન તમાકુનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ડુપ્લીકેટ કારખાના પર રેડ કરી 2.96 લાખના મુદ્દામાલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના હડદડ કાનીયાડ ચોકડી પાસે એક મકાનમાં ડુબલીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુનું પેકીંગ કરવામાં આવી રહ્યું હોવાની હકીકત એક વ્યક્તિને મળતા તેણે તુરંત પાળીયાદ પોલીસ સ્ટેશને આ મામલે જાણ કરી.

ફરિયાદ મળતા જ તુરંત પાળીયાદ પી.એસ.આઇ એચ.એલ જોશી તથા સ્ટાફના માણસોએ તપાસ કરતા ઊર્મિન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની બાગબાન તમાકુ તથા પાઉચ અને વિષ્ણુ એરોમા પાઉચિંગ પ્રાઇવેટ લિમિટેડના વિમલ પાન મસાલાનાના ડુપ્લીકેટ પેકેટ બનાવી તેમાં ભેળસેળ કરી માનવ શરીરને નુકસાન કારક વસ્તુઓ બનાવી વેચાણ કરતા હોવાનું રંગેહાથ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઅમદાવાદ: વિચિત્ર કિસ્સો, પત્ની સાથે ઝઘડો કરી પિયર મોકલ્યા બાદ પતિએ બીજા લગ્ન કરી લીધા

પોલીસની રેડમાં કારખાનામાં કામ કરતા બે આરોપી સુમેર અમીનભાઇ કારીયાણી, જુબેર મહમદભાઇ સીદાતરને ઝડપી પાડી પુછતાછ કરતા જાણવા મળ્યું કે, કંપની તરફથી કોઈ પરવાનો ન મળેલ હોય વગર પરવાને ડુબલીકેટ માલ બનાવવામાં આવે છે. તેમજ આ કારખાનું આરોપી ચેતનભાઇ ઉર્ફે ચેતો હસમુખભાઈ પરમાર ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરી બાગબાન પાઉચના ડુપ્લીકેટ રોલ, લુઝ તમાકુનો કોથળો, પાઉચ પેકિંગ કરવાના બે મશીન, એક ઈલેક્ટ્રીક કાંટો, ત્રણ હેન્ડ કટીંગ મશીન, વિમલ પાન મસાલાની પ્લાસ્ટિક થેલી પેકિંગ કરવાનું હિટ સિલાઈ મશીન સહિતનો ૨ , ૯૬, ૫૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હવે કારખાના માલિક ચેતનભાઇ ઉર્ફે ચેતો હસમુખ ભાઈ પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ત્રણેય વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધી પાળિયાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: September 19, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading