બોટાદ: સગીરાને લિફ્ટ આપી ડોક્ટરે આચર્યુ દુષ્કર્મ

સગીરાને ઘરે મુકી જવાનું કહીને અવાવરું જગ્યા પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

 • Share this:
  બોટાદમાં ડોક્ટરે સગીરા પર દુષ્કર્મ આચરતા આખા પથંકમાં ચકચાર મચી ગયો છે. સગીરાને ઘરે મુકી જવાનું કહીને અવાવરું જગ્યા પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર દ્વારા આની જાણ બોટાદ પોલીસને કરાતા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઇ છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે બોટાદમાં એક કિશોરી (16 વર્ષ) ગઇકાલે સાંજે 4 કલાકે ખેતરેથી ઘરે પરત ફરી રહી હતી. તેને એકલી જતાં જોઇને ડોક્ટરે કિશોરીને કહ્યું કે તે તેને ઘરે મુકી જશે. એટલે તે કિશોરીએ તેની પર વિશ્વાસ રાખીને ડોક્ટરના વાહનમાં બેસી ગઇ હતી. આ તકનો લાભ ઉઠાવતાં ડોક્ટર કિશોરીને સૂમસામ જગ્યાએ લઇ જઇને તેની પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

  આ ઘટના બાદ કિશોરી તેના ઘરે જતી રહી હતી. જે પછી મોડી રાતે કિશોરીના પેટમાં અચાનક દુખાવો થયો હતો. પરિવારે તેને દુખાવાનું કારણ પૂછતાં કિશોરીએ તેની આપવીતિ જણાવી હતી. જે જાણીને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. જે પછી પરિવારે કિશોરીને દવાખાન સારવાર માટે લઇ ગયા હતાં અને પોલીસને પણ આ આખી ઘટનાની જાણ કરી હતી. હાલ બરવાળા પોલીસે પરિવાર અને મિત્રો સાથે પૂછપરછ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: