Home /News /kutchh-saurastra /ગઢડા ગોપીનાથજી મંદિરમાં ધર્માદો ન સ્વીકારવાનો વિવાદ, હરિભક્તોએ આપ્યું આવેદન પત્ર

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ધર્માદો ન સ્વીકારવાનો વિવાદ, હરિભક્તોએ આપ્યું આવેદન પત્ર

આચાર્ય પક્ષે આક્ષેપ કરતા જણાવ્યું કે દેવ પક્ષના લોકો હરિભક્તોનો ધર્માદો લઇ નથી રહ્યાં.

આચાર્ય પક્ષે આક્ષેપ કરતા જણાવ્યું કે દેવ પક્ષના લોકો હરિભક્તોનો ધર્માદો લઇ નથી રહ્યાં.

હર્મેશ સુખડિયા, અમદાવાદ : ગઢડા (Gadhada) ગોપીનાથજી મંદિરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. આચાર્ય પક્ષે આક્ષેપ કરતા જણાવ્યું કે દેવ પક્ષના લોકો હરિભક્તોનો ધર્માદો લઇ નથી રહ્યાં. આ અંગે 300 જેટલા હરિભક્તોએ ભેગા થઇને હાલનાં વહીવટી ચેરમેનને આવેદન પત્ર આપીને રજુઆત કરી હતી. આ મામલામાં આચાર્ય પક્ષનાં એસ.પી સ્વામીએ જણાવ્યું કે, ધર્માદો લેવાની પરંપરા 200 વર્ષ જુની છે. હરિભક્તો પોતાની આવકનો થોડો ભાગ મંદિરમાં ધર્માદા તરીકે આપે છે. પરંતુ વહીવટ દેવ પક્ષનાં હાથમાં આવતા તેઓ હરિભક્તોનો ધર્માદો લઇ નથી રહ્યાં. જ્યારે આ વિવાદમાં દેવ પક્ષ કહી રહ્યું છે કે, અમે ધર્માદો લેવાનું બંધ નથી કર્યું.

આ આખા વિવાદમાં ન્યૂઝ18 ગુજરાતીએ આચાર્ય પક્ષનાં એસ.પી. સ્વામીએ જણાવ્યું કે, 'સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા પોતાનાં આશ્રિતોને ધર્માદો ભરવાની આજ્ઞા કરી હતી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સમગ્ર ગઢડાનાં સતસંગીઓનાં ગામડામાં ફરીને ધર્માદો એકત્રિત કરીને ટ્રસ્ટમાં જમા કરવો. આ ઉપરાંત સંતો પણ ગામડે ગામડે જઇને ધર્માદો ભેગો કરીને મંદિરની ઓફિસમાં જમા કરાવે. જો કોઇ હરિભક્તોનો ધર્માદો જમા ન થયો હોય તે લોકો મંદિરે દર્શન કરવા આવે ત્યારે ધર્માદો જમા કરાવીને પાકી પાવતી મેળવી લે. એવી પણ એક સ્કીમ છે કે જે લોકો દરવર્ષે 250 રૂપિયા જમા કરાવે અને પાંચ વર્ષ આ રીતે સતત ધર્માદો જમા કરાવે તો તેનું નામ ચૂંટણીની મતદાર યાદીમાં ઉમેરવામાં આવે છે. આ કારણે જ હરિભક્તોનો ધર્માદો દેવ પક્ષ નથી લેતું.'

આ પણ વાંચો : ગઢડામાં 12 વર્ષ પછી નીકળી જળજીલણ યાત્રા, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

આ વિવાદમાં દેવ પક્ષે કહ્યું કે, 'અમે ધર્માદો લેવાનું બંધ નથી કર્યો. અમારા સંતો પણ ગામડામાં ફરીને હરિભક્તોનો ધર્માદો લાવે છે. હરિભક્તોને ઉશ્કેરીને અમારી વિરુદ્ધ બોલાવે છે.' આ સાથે હરિભક્તોએ ઘણો જ આક્રોશ રજૂ કર્યો હતો. અમને બદનામ કરવા આવું થઇ રહ્યું છે. આ સૌ સતસંગીઓનું ઘર છે એવુ અમે માનીએ છીએ.'
First published:

Tags: Gadhada, ગુજરાત