Home /News /kutchh-saurastra /

Botad News: લાખણકામાં ખેતરમાં ઈલેક્ટ્રીક કરંટથી ખેતમજૂરનું મોત, વાડી માલિક સહિત બે સામે ફરિયાદ

Botad News: લાખણકામાં ખેતરમાં ઈલેક્ટ્રીક કરંટથી ખેતમજૂરનું મોત, વાડી માલિક સહિત બે સામે ફરિયાદ

વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ

ગઢડાના લાખણકા ગામે વાડીમાં ગોઠવેલા ઈલેક્ટ્રીક કરંટ થી ખેતમજુર નુ મોત : એટ્રોસીટી એકટ સહિત મૃતકની પત્ની ની પોલીસ ફરીયાદ નોંધાઈ

    પ્રકાશ સોલંકી, બોટાદઃ બોટાદના (botad) ગઢડા તાલુકાના લાખણકા ગામે પશુઓની રંજાડ અટકાવવા ખેડૂતો તરફથી વાડીના શેઢે ઈલેક્ટ્રીક કરંટ (Electric current) ગોઠવવાની ઘટના સામે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવવા પામેલ છે.

    આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકાગામના ખેડુતે પોતાની વાડીના શેઢે હાઈ પાવરનો ઈલેક્ટ્રીક કરંટ ગોઠવતા બાજુની વાડીમાં ખેત મજુરી કરતા ખેત મજુરને શોક લાગતા ખેત મજુરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થતા મરનાર ખેત મજુરની પત્નીએ વાડીના માલીક સહિત બે શખ્સો વિરૃદ્ધ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    સુત્રો પાસેથી મળતી વિગતો લાખણકા ગામે રહેતા ખેડુત પોપટભાઈ ધનજીભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરવા આવેલા કંચનભાઈ રણછોડભાઈ તડવી (ઉ. 50) જાતે અનુજાતી મુળ રહેવાસી નુરપુર તાલુકો સંખેડા જીલ્લો છોટા ઉદેપુર જેઓ પોતાની પત્ની સાથે રહી અને વાડીમાં ખેત મજુરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા.

    જ્યારે તેની બાજુની વાડીના માલિક પંકજભાઈ મોહનભાઈ માણીયાએ પોતાનીની વાડીના શેઢા ફરતે પશુઓની રંજાડ અટકાવવા હાઈ પાવરના ઈલેક્ટ્રીક વાયર ખુલ્લા ગોઠવેલ જે બાજુ ની વાડી માં કામ કરતા ખેત મજૂર કંચનભાઈ તડવી કોઈ કામ સબબ બહાર ગયેલ જયારે થોડીવાર પછી બાજુની વાડીના ખેત મજૂરે કંચનભાઈ ના પત્ની ની પાસે આવી જાણ કરી હતી કે કંચનભાઈ શેઢા પર પડેલા છે.

    આ પણ વાંચોઃ-Surat News: ડોક્ટરનું કારસ્તાન! સસરા અને પુત્રવધૂના મોર્ફે બીભત્સ ફોટો વાયરલ કર્યા, ધરપકડ

    ત્યારે તેઓએ સ્થળ ઉપર તપાસ કરતા કરંટ લાગેતા બળી ગયેલી હાલતમાં મળી આવતા અન્ય લોકોને જાણ કરતા તેઓએ 108 બોલાવી કંચનભાઈ ને ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-Botad News: કરુણ ઘટના! પાણી પાવાની મોટર શરુ કરવા જતાં લાગ્યો કરંટ, બે કુટુંબી ભાઈઓના મોત

    પરંતુ રેફરલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા મરણજનાર કંચનભાઈના પત્નીએ ગઢડા પોલીસમાં વાડીના માલીક પંકજભાઈ મોહનભાઈ માણીયા અને તેના ખેતમજુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા ગઢડા પોલીસે કલમ 304, 114, એટ્રોરસીટી એકટ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Botad News, Crime news, Gujarati news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन