કુદરતના અજીબ કિસ્સાઓ જોવા મળે છે તેવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે જોવા મળ્યો. ગઢડાના રણીયાળા ગામે એક ખેડૂતની ગાયનું મોત થતા માલીક અને ગ્રામજનો દ્વારા ગાયની વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી. ધાર્મિક વિધિ કરી પોતાની વાડીએ ગાયને સમાધિ આપી હતી અને આગામી દિવસોમાં સમાધિ સ્થળે ભંડારો કરી ગાયનું મંદિર બનાવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ગાયના મૃત્યુંના શોકમાં આજે ગામ ધુમાડો બંધ રાખશે. આમ ગાયનુ મૃત્યું થતા આખુ ગામ શોકમય બની ગયુ હતું.
કહેવાય છે કે આપણા દેશમાં ગાયને માતાનુ બિરુદ આપ્યુ છે અને ગાય પવિત્ર છે તેમજ ગાયમાતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે અને ગાયને પૂજવામાં પણ આવે છે. ત્યારે વાત છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામની. રણીયાળા ગામે રહેતા તલશીભાઈ વિઠલભાઈ ગોયાણી જે ખેતી કામ કરે છે. તલશીભાઈ પાસે એક ગાય હતી જે 25 વર્ષની હતી. આ ગાયે એક વાર વાછરડાંને જન્મ આપેલ ત્યારથી આ ગાય રોજનું 8 લીટર દૂધ આપતી હતી. ત્યારે ગત રાત્રીના આ ગાયનું મોત થતા પરિવાર જનોમાં તેમજ રણીયાળા ગામમાં દુઃખ છવાય ગયું હતું. ત્યારે આજે તલશીભાઈ તેમજ ગામના તમામ લોકો દ્વારા આ ગાયની વાજતે ગાજતે ગામમાં પાલખી યાત્રા કાઢી હતી, અને હિન્દૂ શાસ્ત્રો મુજબ વિધિ કરી અને ગાયની પોતાની વાડીએ સમાધિ આપી હતી. તેમજ આગામી દિવસમાં ગાયના મોત પાછળ ગામ ધુમાડો બંધ રાખશેને જ્યાં ગાયને સમાધી આપવામાં આવી છે ત્યાં ગાયનું મંદિર બનાવશે તેમ જણાવ્યું હતું. આમ ગાયનુ મૃત્યું થતા આખું રણીયાળા ગામ શોકમય બની ગયુ હતું.
લગભગ ગાય છે તે વાછરડાને જન્મ આપ્યા બાદ દુધ આપતી હોય છે, પરંતુ આ ઐતિહાસિક ઘટના છે જે એકવાર વાછરડાને જન્મ આપ્યા બાદ છેલ્લા ૨૦ વર્ષથી ગાય દુધ આપતી હતી. તેમજ દુધ દોવાના સમયે તેના માલિકને ઈશારામા ખબર આપતી હતી. આમ ગઢડા તાલુકાના રણીયાળા ગામે એક ઐતિહાસિક ઘટના જોવા મળી હતી.
ખેડૂત તલશીભાઈએ જણાવ્યું કે, હું આ ગાય માંડવધાર ગામેથી વેચાતી લાવેલ એક વાર આ ગાય વિહાણી હતી અને સતત ૨૦ વર્ષથી ગાય દોવા દે છે અને સાથ આઠ વર્ષ પહેલા મને એવું થયુ કે, આ ગાય મારે પાળીયાદ જગ્યામાં મૂકી દેવી છે, ત્યારે મારા મિત્ર એ કીધું કે તું આની સેવા કર અને મેં તેની સેવા કરી આજે ગાયનું મુર્ત્યું થયું છે રાત્રે ૨ થી ૪ માં તો મેં ગામ લોકોને કીધું કે મારે વાજતે ગાજતે ગાયનું દફન વિધિ કરવી છે અને ગાયનું મંદિર બનાવું છે.
લાભુબેન કહે છે કે, હું મારી ગાયે ને ૨૦ વર્ષ થી દોતી હતી અને સાજ સવાર ગાય મને દોવા બોલાવતી હતી અને મેં ગાયની બવ સેવા કરી અને ગાય મુર્ત્ય પામી છે હવે ગાય પાછળ અમે ગામ ધુમાડો બંધ કરશું અને વાડીએ ગાયનું મદિર બનાવશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર