બોટાદ: ઢસાના ઉમરડા ગામે દંપતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બંન્ને એ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જો કે આ બંનેએ આત્મહત્યા ક્યાં કારણોસર કરી છે. તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી.
મહત્વનું છે કે આ દંપતિ મુંબઈનું વતની છે. તેઓ પોતાના બે બાળકો સાથે ઉમરાડામાં મામાના ઘરે વેકેશન કરવા માટે આવ્યા હતા. ત્યારે આ દંપતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જો કે સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જો કે હજુ સુધી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
દંપતિએ આત્મહત્યા કરી લેતાં તેના બાળકો નિરાધાર બન્યા છે. હાલ તો પોલીસે બંનેના મૃતદેને પીએમ માટે ખસેડ્યા છે. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર