Home /News /kutchh-saurastra /બોટાદ પોલીસ સ્ટેશનના PSI, કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

બોટાદ પોલીસ સ્ટેશનના PSI, કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ-સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને પોલીસ કોન્સ્ટેબર 25,000ની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મળતી માહિતી મુજબ, પી.એસ.આઇ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલોએ ફરિયાદી પાસેથી 25,000ની લાંચ માંગી હતી. આ બાબતે એ.સી.બીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવી હતી જેમાં પી.એસ.આઇ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

એ.સી.બીએ પી.એસ.આઇ વી.બી વસૈયા, કોન્સ્ટેબલ હસમુખ વિરજી, (શકદાર) સંજય રમેશ (હેડ કોન્સ્ટેબલ) તથા (શકદાર) ભૂમિકાબેન ગોંવિદભાઇ સામે ગૂનો દાખલ કરી આગળની તપાસ હાથ થરી છે. આ ચારેય આરોપીઓ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. લાંચ લેચા પોલીસ અધિકારીઓ સામે ભ્ર.નિ.અધિ.નિ.1988 ની વિવિધ કલમો હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરીયાદીએ એ.સી.બીમાં ફરીયાદ આપી હતી કે, તેમની આઇસર ટ્રક એક વ્યક્તિને વેચી હતી. પણ એ વ્યક્તિએ હપ્તાનાં નાણા ચુકવેલ નહોતા. જેથી ફાઈનાન્સ કંપની દ્વારા તેમને (ફરીયાદીને) નાણા ભરવા માટે નોટીસ આપી હતી. આમ બનતા, ફરીયાદીએ પોતાની આ ટ્રક જે વ્યક્તિને વેચેલી તેની પાસેથી પરત લેવા કે પોતાની લોન ટ્રાન્સફર કરવા અંગેની અરજી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમા આપેલી હતી. આ તપાસના અંતે પી.એસ.આઇ વી.બી. વસૈયાએ વચ્ચે પડી સમાધાન કરાવ્યુ અને સમાધાન પેટે રૂ. 30,000ની માંગણી કરી હતી. આ રકમ ફરીયાદી આપવા તૈયાર નહોતા એટલે તેમણે ટોલ ફ્રી નંબરમાં જાણ કરી હતી. આ પછી એ.સી.બીએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ દરમિયાન આક્ષેપિતો (પોલીસ વાળા)હાજર મળતા પી.એસ.આઇ વી.બી વસૈયાની સાથે હેતુલક્ષી વાતચીત કરી પૈસા માટે કોન્સ્ટેબલ હસમુખને મોકલતા ફરીયાદીએ પૈસા હસમુખને આપ્યા હતા. હસમુખે આ પૈસા અન્ય પોલીસવાળેને આપી મુદ્દામાલ સગેવગે કરી પુરાવાનો નાશ કરી ગુન્હો કર્યો હતો.
First published:

Tags: Botad, પીએસઆઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો