શું છે હનુમાનજીના સાંતાક્લોઝ વાઘા પાછળનું સત્ય, આવ્યા છે અમેરિકાથી!

 • Share this:
  ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરના હિંદુ મંદિરોમાં ભગવાનના વિવિધ વાઘા પહેરાવવાનો રીવાજ છે, જેમ કે તહેવારો પ્રમાણે ભગવાનના વાઘા ખાસ ભક્તિથી ભક્તો તૈયાર કરી પહેરાવે છે. ગુજરાતમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાન, સોમનાથ મંદિરે ભગવાન શિવના તહેવારો પ્રમાણે વાઘા પહેરાવવામાં આવે છે. આવી રીતે સારંગપુરના કષ્ટભંજન હનુમાનજીના પણ વાઘા પહેરાવવામાં આવ્યા. પરંતુ કષ્ટભંજન ભગવાનના વાઘાને લઇને વિવાદ સર્જાયો છે.

  શું છે હકીકત ?

  વાત એવી છે કે રાજ્ય સહિત દેશમાં ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે જાણીતા સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજને સિઝન પ્રમાણે વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઠંડીમાં હનુમાનજીને ગરમ કપડાં પહેરાવવામાં આવ્યા, જેમાં લાલ કલરનો ઝભો અને માથા પર ટોપી. મંદિરના સંચાલકો દ્વારા દર વખતની જેમ આ વખતે પણ હનુમાનજીના નવા વાઘા સાથેની તસવીર સોશિયલ મીડિયા ફેસબૂક પર પોસ્ટ કરવામાં આવી. પરંતુ કેટલાક લોકો એવું સમજ્યા કે હનુમાનજીને ક્રિશ્ચિયન ધર્મના કપડાં એટલે કે સાંતાક્લોઝના કપડાં પહેરાવ્યા છે.

  અમેરિકાથી આવ્યા છે આ વાઘા

  આ વાઘા ધરમભાઈ કરીને એક હરિભક્ત છે. જે અમેરિકામાં રહે છે. તેમને મોકલાવેલા છે. તેમને સારા ભાવથી વાઘા અર્પણ કર્યા છે. તેમને ત્યાંથી ગરમ વાઘા બનાવીને મોકલાવ્યા છે. દાદાને વાઘા દિવસમાં બે વખત બદલવામાં આવે છે. ઘણાં બધા ભક્તો દાદાને વાઘા અર્પણ કરે છે. માટે પેન્ડિંગ પડેલા વાઘા દિવસમાં દાદાને બે વખત બદલવામાં આવે છે.  સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલો વિવાદ દર વખતની જેમ વાયુ વેગે ફેલાયો. લોકો સમજી કે જાણ્યા વગર વિરોધ કરી રહ્યાં છે, એટલું જ નહીં કેટલાક હિંદુ સંગઠન પણ મેદાને ઉતરી આવ્યા છે, કેટલાક હિંદુ સંગઠનોના વિરોધ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાનજીના વાઘા ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવાલ એ થાય કે એક ભક્ત દ્વારા છેક અમેરિકાથી મોકલવામાં આવેલા વાઘા અને નાહકનો વિવાદ.
  Published by:Sanjay Vaghela
  First published: