Home /News /kutchh-saurastra /ઢબુડી મા સામે ઉપવાસ-આંદોલન કરે તે પહેલા જ ફરિયાદીને ગઢડા પોલીસે નજર કેદ કર્યા

ઢબુડી મા સામે ઉપવાસ-આંદોલન કરે તે પહેલા જ ફરિયાદીને ગઢડા પોલીસે નજર કેદ કર્યા

ભીખાભાઇ માણિયાને ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ નજર કેદ કરાયા છે.

બોટાદ જિલ્લાનાં ગઢડાનાં રહેવાસી ભીખાભાઈ નારણભાઈ માણિયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રકાશ સોલંકી, બોટોદ : ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનારા ગઢડાના રહીશ ભીખાભાઇ માણિયાની ફરિયાદ બાદ ગુનો નોંધાવાની માંગ છે. પરંતુ ધનજી સામે ગુનો ન નોંધાતા આજથી ગાંધીનગર પોલીસ ભવન ખાતે ભીખાભાઇ ઉપવાસ આંદોલન પર બેસવાનાં હતાં. તે પહેલા જ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ નજર કેદ કરાયા છે.

ભીખાભાઇએ પોલીસ પાસે શું ફરિયાદ કરી હતી?

બોટાદ જિલ્લાનાં ગઢડાનાં રહેવાસી ભીખાભાઈ નારણભાઈ માણિયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના આક્ષેપ પ્રમાણે ધનજી ઓડ અંધશ્રદ્ધા ફેલાવે છે. તેમના પુત્રને કેન્સર હતું તેથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા. ઢબુડી માનાં કહેવાથી કેન્સરની દવાઓ બંધ કરી દીધી હતી. જે બાદ તેમના પુત્રનું મોત થયું હતું.

ફરિયાદી ભીખાભાઈ નારણભાઈ માણિયા


આ પણ વાંચો : ફરિયાદીએ કહ્યું 'ઢબુડી મા' એ પોલીસને આપેલા નિવેદનો તદ્દન ખોટા, ઊલટતપાસની માંગ

આ પણ વાંચો : 'ઢબુડી મા'નાં કાળા કરતૂતોનું કૌભાંડ રૂ. 300 કરોડથી વધારે : વિજ્ઞાન જાથા

તેમની ફરિયાદથી ધનજીની પૂછપરછ કરાઇ હતી

આ અરજી બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની તપાસ ચાલુ હોવાથી કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી હતી. જે બાદ અરજી મુદ્દે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા ધનજી ઓડની પોલીસે ત્રણ કલાક જેટલી પૂછપરછ પણ કરી હતી. જે બાદ તેને જવા દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મુદ્દે ધનજી ઓડ સામે ગુનો નોંધવાની માંગ સાથે ભીખાભાઈ માણિયા ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યાં હતા એ પહેલા જ તેમને નજર કેદ કરાયા હતાં.
First published:

Tags: Dhabudi ma, Gadhada, અમદાવાદ, ગાંધીનગર`, ગુજરાત