Home /News /kutchh-saurastra /બોટાદ સિટી મામલતદાર આવ્યા વિવાદમાં, રસ્તા વચ્ચે ટ્રેક્ટર ચાલકને વગર વાંકે ઢોર માર માર્યો

બોટાદ સિટી મામલતદાર આવ્યા વિવાદમાં, રસ્તા વચ્ચે ટ્રેક્ટર ચાલકને વગર વાંકે ઢોર માર માર્યો

મામલતદાર આવ્યા વિવાદમાં

Botad City Mamlatdar: બોટાદ સીટી મામલતદારે ટ્રેક્ટર ચાલકને માર માર્યાની ઘટના સામે આવી હતી. તુરખા રોડ પરથી પસાર થતાં ટ્રેક્ટર ચાલકને રોકી રુપિયાની માંગણી કરતાં બંન્ને વચ્ચે તકરાર થઈ હતી. ટ્રેક્ટર ચાલકને તેમજ અન્ય 3 વ્યક્તિઓને મામલતદાર કચેરીએ લાવી મારમાર્યાનું ઈજાગ્રસ્ત વ્યક્તિએ જાણાવ્યું હતું.

વધુ જુઓ ...
ગુજરાત: બોટાદ સીટી મામલતદારે ટ્રેક્ટર ચાલકને માર માર્યાની ઘટના સામે આવી હતી. તુરખા રોડ પરથી પસાર થતાં ટ્રેક્ટર ચાલકને રોકી રુપિયાની માંગણી કરતાં બંન્ને વચ્ચે તકરાર થઈ હતી. ટ્રેક્ટર ચાલકને તેમજ અન્ય 3 વ્યક્તિઓને મામલતદાર કચેરીએ લાવી મારમાર્યાનું ઈજાગ્રસ્ત વ્યક્તિએ જાણાવ્યું હતું. ઈજાગ્રસ્ત પિતા પુત્રને હાલ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. મહત્વનું છે કે, આ મામલે મામલતદાર હાલ કંઈ કહેવા તૈયાર નથી.

બોટાદ સીટી મામલતદાર આવ્યા વિવાદમાં


મળતી વિગતો પ્રમાણે તુરખા રોડ પર પસાર થતા ટ્રેકટર ચાલકને રોકી રૂપિયા ની માંગણી કરતા બોટાદ સીટી મામલતદારે ટ્રેક્ટર ચાલકને માર માર્યાની ઘટના આવી સામે હતી. ટ્રેકટર ચાલક જેન્તીભાઈ હિરાણીને મામલતદાર જી.કે.મકવાણા દ્રારા તેમજ અન્ય 3 લોકો ડ્રાયવર સહિતનાએ મામલતદાર કચેરીએ લાવી માર મારવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત પુત્રએ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મામલે ટ્રેકટર ચાલક જેન્તીભાઈ તેમજ તેમના પુત્ર નિલેશભાઈને માર માર્યો હોવાનું આપ્યું પુત્ર એ નિવેદન હતું જેથી અનેક સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની માવઠા અંગે આગાહી, આ જિલ્લાઓમાં 5 દિવસ વરસાદ પડશે 

આખરે પોલીસ ક્યારે કરશે કાર્યવાહી


ઉલ્લેખનીય છે કે, સાંજે 5:30 આસપાસ બનેલી ઘટના બાદ મામલતદાર તેમજ સ્ટાફ દ્રારા સ્થળ પરથી મામલતદાર કચેરી સુધી ઇજાની હાલતમાં પિતા-પુત્રને આશરે 3 કલાક થી વધુ બેસાડી રાખ્યા હોવાનું નિવેદન સામે આવ્યું છે. 8:30 બાદ પહેલા હોસ્પિટલ નહિ પણ ઈજાની હાલતમાં પિતા-પુત્રને બોટાદ પોલીસ સ્ટશન ખાતે લાવવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે બની આ સમગ્ર ઘટના હાલ ઇજાગ્રસ્ત પિતા-પુત્ર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


લોકોમાં પોલીસ સામે પણ રોષ


નોંધનીય છે કે, અધિકારીની દાદાગીરી તેમજ પોલીસ દ્વારા પણ ફરિયાદ નહીં લેવાવામાં આવતા પોલીસ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર કક્ષાના ઉચ્ચ અધિકારી હોય પોલીસ ખાતું ઇજાગ્રસ્તને નહીં પણ મામલતદારના સમર્થનમાં કામ કરે છે તેવા ઇજાગ્રસ્ત પુત્રએ આક્ષેપો કર્યા હતા. સમગ્ર મામલે હાલ મામલતદાર કશું કહેવા તૈયાર પણ નથીં. સમય આપો પછી નિવેદન આપીશ તેવું મોબાઈલ પર વાત દરમ્યાન મામલતદાર દ્રારા જણાવવામાં આવ્યું હતું.
First published:

Tags: Botad, Botad News, Gujarati news