Home /News /kutchh-saurastra /બોટાદમાં મારામારીની ઘટનાના CCTV વાયરલ, ડૉક્ટરના પિતાને બે લોકોએ માર માર્યો

બોટાદમાં મારામારીની ઘટનાના CCTV વાયરલ, ડૉક્ટરના પિતાને બે લોકોએ માર માર્યો

બોટાદના લાઇબ્રેરી વિસ્તારમાં મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે.

Botad Crime: બોટાદમાં લાઇબ્રેરી પાસે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, સામાન્ય બાબતે ઇશ્કેરાયેલા લોકોએ કર્યો હુમલો

બોટાદ: ગઇકાલે બોટાદ મારામારીની ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. બોટાદમાં લાઇબ્રેરી પાસે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હોસ્પિટલના બાંધકામનું મટિરીયલ હટાવાવા મુદ્દે મારમારી થઇ હતી. એક ડોક્ટરના પિતાને બે લોકોએ ફટાકાર્યા હતા. સામાન્ય બાબતમાં થયેલી મારામારીમાં પીડિત વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડોક્ટરના પિતા પર હુમલો

બોટાદના લાઇબ્રેરી વિસ્તારમાં મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક ડોક્ટરના પિતાને બે લોકોએન ફટકાર્યા હતા. બોટાદના લાઈબ્રેરી પાસે ગઈકાલે બનેલી મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. લાઈબ્રેરી સામે હોસ્પિટના બાંધકામને લઈ બિલ્ડીંગ મટિરિયલ્સ રોડ પર હોવાથી તેને હટાવી લેવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન બે લોકો ઉશ્કેરાયા હતા અને ડોકટરના પિતા કરમશીભાઈ મકવાણાને માર માર્યો હતો.


આ પણ વાંચો: અમદાવાદ: લાખો રૂપિયા લઈને પણ પોલીસનું પેટ ન ભરાયું, આપી આવી ધમકી

સામાન્ય ઝઘડામાં મારામારી, ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ડોકટરના પિતા કરમશીભાઈ મકવાણાને ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કરમશીભાઈ મકવાણા ને વધુ ઇજા થતાં ભાવનગર સારવાર હેઠળ ખસેડાયા હતા. હાલ આ મામલે બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી મારામારી પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Botad, CCTV footage, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો