વજુભાઇ વાળા ફરી બોલ્યા: 'મા ભવાનીનું ભવ્ય મંદિર બનાવો, પૈસા હું આપીશ'

News18 Gujarati
Updated: November 11, 2018, 12:58 PM IST
વજુભાઇ વાળા ફરી બોલ્યા: 'મા ભવાનીનું ભવ્ય મંદિર બનાવો, પૈસા હું આપીશ'
વજુભાઇ વાળા સ્નેહ મિલન કાર્યક્રમમાં

ગુજરાતનાં રાજકારણમાં કારડિયા રાજપૂત સમાજ ત્રિભેટે આવીને ઉભો છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિના સમીકરણો બદલાઇ ગયા છે.

  • Share this:
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક સમાજ તેમનું રાજકીય કદ વધારવા માટે ચોખટા ગોઠવે એ સ્વાભાવિક છે. ગુજરાતનાં પૂર્વ નાણામંત્રી અને હાલનાં કર્ણાટકનાં ગવર્નર વજુભાઇ વાળાને ફરી વખત કારડિયા રાજપૂત સમાજ માટે માં ભવાનીનું મંદિર યાદ આવ્યું છે અને માં ભવાનીનું મંદિર બનાવી સમાજને એક થવા માટે હાકલ કરી હતી. વજુભાઇ વાળાએ એમ પણ કહ્યું કે, રાજપૂત સમાજે અગાઉ એક જમીન શોધી રાખી હતી પણ તે હવે નાની પડે છે. આપણે ભવ્ય મંદિર બનાવવું છે. 100 એકરમાં મંદિર બનાવો. પૈસા હું આપીશ.”

ભાઇબીજનાં દિવસે બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં અડતાલા ગામે કારડિયા રાજપુત યુવા સંઘ દ્વારા એક સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સમગ્ર વક્તવ્ય દરમિયાન કારડિયા રાજપૂત સમાજને અભ્યાસમાં આગળ આવવા માટે, દિકરીઓને ભણાવવા માટે અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે આગ્રહ કર્યો હતો.

વજુભાઇ વાળા છેલ્લા ઘણા સમયથી કારડિયા રાજપૂત સમાજનાં કૂળદેવી માં ભવાનીનું મંદિર બનાવવાની વાત કરે છે. ભાઇબીજનાં દિવસે પણ તેમણે ફરી એ વાતને દોહરાવી. “આ મદિંર બનાવવા માટે અગાઉ એક જગ્યા શોધી રાખી હતી પણ એ જગ્યા નાની પડે છે. મેં કહ્યું છે, મોટુ મંદિર બનાવો, 100 એકર જમીન ખરીદો. આ માટે પૈસા હું આપીશ. હું સમાજનાં મોટી ઉંમર લોકો અને જેમના સંતાનો સુખી-સંપન્ન છે તેમને વિનંતી કરુ છું કે, તેમની સંપતિ સમાજને સમર્પિત કરે અને સમાજને આગળ લાવવા માટે મદદરૂપ થાય’.જો કે, કારડિયા રાજપૂત સમાજનાં કેટલાક આગેવાનોએ ન્યૂઝ18 ગુજરાતીને માહિતી આપી કે, વજુભાઇ વાળાએ આ અગાઉ પણ માં ભવાનીનાં મંદિરની વાત કરી હતી અને પૈસા આપવાની વાત કરી હતી પણ આ દિશામાં કશુ આગળ વધતુ નથી. સમાજ નક્કી નથી કરી શક્તો કે, ખરેખર આમાં કરવાનું શું છે ?”

કારડિયા રાજપૂતોનું સૌરાષ્ટ્રનાં રાજકારણમાંથી નામુ લખાઇ ગયું ?ગુજરાતનાં રાજકારણમાં કારડિયા રાજપૂત સમાજ ત્રિભેટે આવીને ઉભો છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિના સમીકરણો બદલાતા કારડિયા રાજપૂતનું રાજકારણમાંથી નામુ લખાઇ ગયું છે. ખાસ કરીને, 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી ન શક્યા. આ સ્થિતિ મામલે વજુભાઇ વાળા જ્યારે-જ્યારે સમાજનાં કાર્યક્રમમાં આવે ત્યારે કહે છે કે, સમાજની આ હાલત થવા પાછળ અંદરોઅંદરની ટાંટિયાખેંચ જવાબદાર છે. ભાઇબીજનાં દિવસે પણ તેમણે આ વાત કહી અને કહ્યું કે, આ ટાંટિયાખેંચ બંધ કરે. એક થાવ અને સંગઠીત બંનો.”

થોડા મહિનાઓ પહેલા કારડિયા સમાજનાં અગ્રણી નારસિંહભાઇ પઢિયારનાં અવસાન પછી તેમની સ્મરણાંજલિ કાર્યક્રમમાં વજુભાઇએ તેમના જ્ઞાતિબંધુઓને સંબોધતા કટાક્ષ પણ કર્યો હતો. વજુભાઇ વાળાએ કહ્યુ હતું કે, “રાજકારણમાં એક માણસ-બીજા માણસના ટાંટિયા ખેંચે એને પહોંચી શકાય પણ આપણો જ ભાઇ આપણા ટાંટિયા ખેંચે એને પહોંચી ન શકાય. ગુજરાત વિધાનસભામાં હું ધારાસભ્ય હતો ત્યારે ચાર રાજપૂત ધારાસભ્યો હતો. આજે ગુજરાતની ધારાસભા રાજપૂત વગરની થઇ ગઇ. આમા અંદરોઅંદર ટાંટિયા ખેંચવા વાળાએ મોટો ભાગ ભજવ્યો. એમાં ટાંટિયા ખેંચવા વાળા જ છે.”

ટાંટિયા ખેંચમાં આજે વિધાનસભામાં એકેય રાજપૂત MLA નથી: વજુભાઈનરેન્દ્ર મોદી વડાપ્રધાન 2014માં વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં વજુભાઇ વાળા મુખ્યમંત્રીના દાવેદાર હતા. તેમનો અનુભવ અને સ્વીકૃતિ એ બંને પરિબળો તેમના પક્ષે હતા પણ ભાજપે તેમને 2014માં કર્ણાટકના રાજ્યપાલ બનાવતા વજુભાઇની ગુજરાતના રાજકારણમાંથી સક્રિયતા પુરી થઇ ગઇ.

કારડિયા રાજપૂતોની વસ્તી મુખ્યત્વે કોડિનાર, સોમનાથ, તાલાલા, ગઢડા, વલ્લભીપુર, લીંમડી, ધ્રાંગધ્રા અને ધોળકા વિધાનસભા મત વિસ્તારોમાં છે. તાલાલા, સોમનાથ, કોડિનારને બાદ કરતા, અન્ય બેઠકો પર કારડિયાના એટલા બધા મતો નથી કે, કોઇ પક્ષ કારડિયા ઉમેદવારને ટિકિટ આપે. આ સ્થિતિ તેમના માટે રાજકીય અસ્તિત્વ માટે જોખમરૂપ બની રહી છે.

કુરિવાજોને તિલાંજલિ આપી રાજપૂતો આપશે નારસિંહ પઢિયારને શ્રદ્ધાંજલિ

 
First published: November 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading