ભાજપ માને છે ખેડૂત સુખી તો ગામડું સુખીઃસીએમ વિજય રૂપાણી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 6:43 PM IST
ભાજપ માને છે ખેડૂત સુખી તો ગામડું સુખીઃસીએમ વિજય રૂપાણી
બોટાદમાં સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સીએમ વીજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે, આ યોજના છેવાડાના ગામડા સુધી પાણી પહોચાડવાની યોજના છે. આપણી સરકાર ગામડાની સરકાર છે. આ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. વર્ષો સુધી ખેડૂતોએ દુષ્કાળ જોયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 6:43 PM IST

બોટાદમાં સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સીએમ વીજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે, આ યોજના છેવાડાના ગામડા સુધી પાણી પહોચાડવાની યોજના છે. આપણી સરકાર ગામડાની સરકાર છે. આ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. વર્ષો સુધી ખેડૂતોએ દુષ્કાળ જોયો છે.

સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ સોનાનો દિવસ છે. ભાજપ માને છે કે ખેડૂત સુખી તો ગામડું સુખી રહે છે.સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે બોટાદમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયું છે.

સીએમ વિજય રૂપાણીનું સંબોધન

બોટાદમાં સીએમ વિજય રૂપાણીનું સભાને સંબોધન

સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ સોનાનો દિવસઃ સીએમ રૂપાણી

વર્ષો સુધી ખેડૂતોએ દુષ્કાળ જોયોઃ સીએમ રૂપાણી

'આપણી સરકાર ખેડૂતો અને ગામડાઓની સરકાર'

આ સરકારે ખેડૂતોની ચિંતા કરી છેઃ સીએમ રૂપાણી

'ખેડૂત સુખી તો ગામડું સુખીઃ સીએમ રૂપાણી

ભાજપના કાર્યકર્તા માટે બોટાદ તિર્થક્ષેત્રઃપીએમ મોદી

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ આજે સાંજે 5-30 કલાકે બોટાદમાં સૌની યોજનાની લીંક-2ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. કેમ છો કહી સંબોધનની શરૂઆત કરી હતી. બોટાદમાં જનમેદનીને સંબોધતા મોદીએ કહ્યુ હતું કે,ભાજપના કાર્યકર્તા માટે બોટાદ તિર્થક્ષેત્ર છે. મોદીએ ઇતિહાસ વાગોળતા કહ્યું કે, શરૂઆતમાં જનસંઘની કોઇ ઓળખ ન હતી. 1967માં બોટાદમાં જનસંઘનો પાયો નંખાયો હતો. બોટાદમાં જનસંઘની સૌથી પહેલી પાલિકા બની હતી.દરેક હાથને કામ,દરેક ખેતરને પાણી આપવું છે.

First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर