Home /News /kutchh-saurastra /Botad Incident: બોટાદ કેમિકલ કાંડમાં મોટો ખુલાસો, લોકોએ 40-40 રૂપિયામાં મોતની પોટલી ખરીદી

Botad Incident: બોટાદ કેમિકલ કાંડમાં મોટો ખુલાસો, લોકોએ 40-40 રૂપિયામાં મોતની પોટલી ખરીદી

બોટાદની ઘટનાના મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જયેશે તેના સંબંધી સંજયને 60 હજાર રૂપિયામાં 200 લિટર મિથાઈલ આપ્યું હતું. ત્યાર બાદ સંજય, પિન્ટુ અને અન્ય લોકો આ કેમિકલમાંથી દારૂ બનાવતા ન હતા અને દારૂના નામે કેમિકલના પાઉચ સીધા જ લોકોને આપતા હતા.

ગુજરાતમાં દારુબંધી (Gujarat Darubandhi) હોવા છતાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારુ વેચાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ઝેરી અને કેમિકલવાળો દારૂ (Botad Poisonous Liquor) પીવાથી જ્યારે 36 લોકોના મોત થયા હોય અને આ પ્રકારના સમાચાર સામે આવે ત્યારે તેને સાંભળી કે વાંચીને લોકો ચોંકી જાય છે. ગુજરાત (Gujarat)ના બોટાદ જિલ્લામાં ઝેરી દારૂ (Botad Latthakand) પીવાથી 36 લોકોના મોત થયા છે. જ્યારે 30 થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ અહીં 40-40 રૂપિયામાં દારૂની થેલી (જેને ગુજરાતમાં પોટલી પણ પણ કહેવાય છે) ખરીદી હતી. ગુજરાતમાં આવી જ દારૂની પોટલીઓ ગેરકાયદેસર વેચાય છે.

બોટાદની ઘટનાના મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. FIRમાં 14 લોકોના નામ છે. પોલીસે આ કેસ સાથે જોડાયેલા લગભગ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગામના લોકોએ કેમિકલ ભેળવી પાણી સીધું પીધું હતું. એફએસએલ રિપોર્ટમાં પણ આ વાતનો ખુલાસો થયો છે. ગામના લોકો દ્વારા કથિત રીતે પીવામાં આવતા દારૂમાં 98% થી વધુ મિથાઈલ મળી આવ્યું છે.



આ કેસમાં પોલીસે મોટો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ દારૂ વેચતા ન હતા, પરંતુ દારૂના નામે કેમિકલના પાઉચ બનાવીને સીધા લોકોને વેચતા હતા. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કાવતરું ત્રણ સ્તરોમાં ઘડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ઈમોસ કંપની મિથાઈલના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ઇમોસ કંપનીના વેરહાઉસ મેનેજર જયેશ ઉર્ફે રાજુની શંકાસ્પદ ભૂમિકા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રાજુની પોલીસે અમદાવાદથી અટકાયત કરી છે. રાજુએ વેરહાઉસમાંથી કેમિકલ બહાર કાઢ્યું હતું.

આ પણ વાંચો- બોટાદ કેમિકલ કાંડમાં મોતનો આંકડો 36 પર પહોંચ્યો, હવે માતમ પર રાજનીતિ શરૂ

પોલીસના જણાવ્યા અનુસાર, જયેશે તેના સંબંધી સંજયને 60 હજાર રૂપિયામાં 200 લિટર મિથાઈલ આપ્યું હતું. ત્યાર બાદ સંજય, પિન્ટુ અને અન્ય લોકો આ કેમિકલમાંથી દારૂ બનાવતા ન હતા અને દારૂના નામે કેમિકલના પાઉચ સીધા જ લોકોને આપતા હતા. આ કેમિકલ પીવાથી લોકોના મોત થયા હતા. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો-ગુજરાતમાં રોડ માર્ગે નહીં પરંતુ દરિયાઈ માર્ગે થાય છે વિદેશી દારૂની હેરાફેરી

ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ઘણા ગામડાઓ અને શહેરોમાં દેશી દારૂની હાટડીઓ ચાલે છે અને બુટલેગરો દ્વારા 10 થી લઇ 20 રૂપિયા સુધીની દારૂની પોલટીઓનું વેચાણ કરવામાં આવે છે. ત્યાં જ આજે પણ રિયાલિટી ચેક દરમિયાન રાજ્યના ગણા શહેરોમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ મળી આવી છે.
First published:

Tags: Botad, Gujarat police, Gujarati news, બોટાદ, લઠ્ઠાકાંડ