Home /News /kutchh-saurastra /બોટાદના આ યુવાને સર કર્યું 18933 ફુટનું માઉન્ટ હનુમાન ટીબ્બા

બોટાદના આ યુવાને સર કર્યું 18933 ફુટનું માઉન્ટ હનુમાન ટીબ્બા

બોટાદના સુનીલ બોરીચા એ માઉન્ટ હનુમાન ટીમ્બાનું 18933 ફૂટનું શિખર સર કર્યું છે.

બોટાદના સુનીલ બોરીચાએ માઉન્ટ હનુમાન ટીબ્બાનું 18933 ફૂટનું શિખર સર કર્યું છે. ગુજરાત સરકારના સ્પોન્સર તેમજ ઇન્ડિયન માઈન્ટેનરીંગ ફાઉન્ડેસન દ્વારા તારીખ 24 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી યોજાયેલ હિમાચલ પ્રદેશ ખાતેના માઉન્ટ હનુમાન ટીબ્બા પ્રવતારોહણ અભિયાનનું આયોજન કરેલ છે.

આ શિખર 19450 ફૂટની ઉંચાઈ ધરાવતું શિખર છે. જેમાં ગુજરાતમાંથી કુલ 17 યુવાનોની પસંદગી શિખર સર કરવામાં માટે થયેલ હતી. જેમાંથી બોટાદ જિલ્લાના ગઢડાના સુનીલ બોરીચાની પસંદગી થઇ હતી.

અભ્યાસ સમયથી જ સ્પોર્ટ્સ ક્ષેત્રે રસ ધરાવનાર યુવાનની ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત જ આયોજન કરવામાં આવેલ અને તેની પ્રથમ ટીમમાં સમાવેશ થતા ખુબજ આનંદ હતો.

માઉન્ટ હનુમાન ટીબ્બાના રસ્તાની તસવીર


18933 ફૂટની ઉંચાઈ સર કાર્ય બાદ માત્ર 150 ફૂટ જેટલા નજીકના અંતરે વાતાવરણ ખરાબ થઈ જતા ટીમના કોચ દ્વારા આગળ નહિ જવાની સૂચના આપતા સમગ્ર ટીમને ત્યાંથી પરત ફરવું પડેલ ત્યારે સાહસ સાથે પર્વતારોહણ કરી સુનીલ બોરીચા ગઢડા પહોચ્યાં હતા. જ્યાં તેમના સ્પોર્ટ્સ ક્લબના મિત્રો દ્વારા તેમનું હાર પહેરાવી સ્વાગત કરી અભિનંદન પાઠવેલા હતાં.
First published:

Tags: Botad, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો