Home /News /kutchh-saurastra /બોટાદઃ ઢસાના ઉમરડા ગામે મુંબઈના દંપતીની ગળેફાંસો લગાવી આત્મહત્યા

બોટાદઃ ઢસાના ઉમરડા ગામે મુંબઈના દંપતીની ગળેફાંસો લગાવી આત્મહત્યા

બોટાદઃ ઢસાના ઉમરડા ગામે મુંબઈનાં દંપતીની ગળેફાંસો લગાવી આત્મહત્યા.

બોટાદઃ ઢસાના ઉમરડા ગામે દંપતીના આપઘાતના સમાચાર મળ્યા છે. પતિ-પત્નીના આપઘાતના સમાચાર મળતાં આખા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. દંપતી બાળકો સાથે મુંબઈથી ઉમરડા ગામે મામાના ઘરે વેકેશનમાં ફરવા આવ્યા હતા.

મળતી વધુ વિગત મુજબ, બહેન-બનેવી અને બે બાળકો મુંબઈથી વેકેશનમાં ગુજરાતના બોટાદના ઢસાના ઉમરડા ગામે મામા ઘરે રોકાવા આવ્યાં હતાં. કોઈ કારણસર બહેન અને બનેવીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આખું ગામ ઘટનાસ્થળે ભેગું થઈ ગયું હતું. આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

ઘટનાની જાણ થતાં ગઢડા મામલતદાર સહિત પોલીસ-કાફલો પોલીસ ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા છે. ઘટનાને પગલે આઆ ગામ શોક-દુઃખમાં ગરકાવ થઈ ગયું હતું, પણ આત્મહત્યાનું કારણ અકબંધ છે. દંપતીના મોત બાદ તેમનાં બંને બાળકો નિરાધાર-લાચાર થઈ ગયાં છે.
First published:

Tags: Botad, Suicidedeath, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો