Home /News /kutchh-saurastra /બોટાદના સેથળી ગામે કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવાન તણાયાં, પોલીસ કાફલો ઘટનાસ્થળે

બોટાદના સેથળી ગામે કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવાન તણાયાં, પોલીસ કાફલો ઘટનાસ્થળે

કેનાલની તસવીર

બોટાદ જિલ્લાના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત બોટાદ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

બોટાદઃ જિલ્લાના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત બોટાદ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ચારેય યુવાનોના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ત્રણ યુવકના મૃતદેહ મળ્યાં


પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચારેય યુવાનો કેનાલમાં નહાવા પડ્યા હતા અને ત્યારે તણાઈ ગયા હતા. આ તમામ યુવકો બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલી અશોકવાટિકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચારમાંથી ત્રણ યુવકોની લાશ મળી છે અને એક યુવકની શોધખોળ ચાલુ છે.


ચોથા યુવકનો મૃતદેહ મળ્યો


થોડા કલાકો બાદ ચોથા યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ચારેય યુવકોના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ધુળેટી તહેવારના દિવસે જ આવી કરૂણ ઘટના બની છે. જેને લઈને ચારેય યુવાનોના પરિવારજનોના ઘરમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
First published:

Tags: Botad News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો