કેટલીકવાર નજીવી બાબત ઉગ્ર સ્વરૂપ ઘારણ કરી લે છે, અને ગુસ્સાના કારણે મોટો ક્રાઈમ થઈ જાય છે, ત્યારબાદ પૂરી જિંદગી પસ્તાવાનો વારો આવે છે. આવી જ એક ઘટના બોટાદના રાણપુર ગામેથી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બોટાદના રાણપુરમાં માલધારી સમાજ અને અલમદાર કોટન મિલના માલિક વચ્ચે સામાન્ય બાબતે મારામારીની ઘટના સામે આવી. આ મારામારીમાં એક માલધારી સમાજના ગગજીભાઈ મીર નામના વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ.
વિગતવાર ઘટના જોઈએ તો, માલધારી સમાજના અસ્થિર મગજના યુવકે મિલ માલિકના ઘર પાસે શૌચ કરી દીધુ હતુ, આથી ગુસ્સે ભરાયેલા મીલ માલિકે તે યુવકને માર માર્યો અને ઠપકો આપ્યો હતો. આ વાતની જાણ યુવકના પરિવારને થતાં, માલધારી સમાજના લોકો તે મિલ માલિકને ઠપકો આપવા દોડી ગયા હતા.
શરૂઆતમાં ઠપકા બાદ સામ સામે બોલાચાલી થઈ, જેણે થોડી જ ક્ષણોમાં ઉગ્ર સ્વરૂપ લઈ લેતા મિલ માલિકે માલધારી સમાજના ગગજીભાઈ માર નામના વ્યક્તિ પર તલવાર વડે હુમલો કરી દીધો. આ હુમલામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી અને તેમને હોસ્પીટલે ખસેડવામાં આવ્યા. જેમાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે. હાલ આ સમગ્ર મામલે માલધારી સમાજે જ્યા સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે તો આ તરફ પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર