પ્રકાશ સોલંકી, બોટાદ : આજના સમયમાં મિલકત માટે ભાઈ-ભાઈનો, પુત્ર પિતાનો દુશ્મન બની જાય છે, અને હત્યા કે, હુમલો કરતા સંકોચ નથી કરતા. એટલે જ કદાચ એક કહેવત પ્રચલીત છે કે, 'જર, જમીનને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરું'. આ કહેવત આજે બોટાદ જિલ્લાના રાણપુર પાસેના અલમપર ગામમાં સાચી પડતી હોય તેવી ઘટના સામે આવી છે. એક જ કુટુંબના બે જૂથ વચ્ચે જમીનને લઈ ધીંગાણુ થયું છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુરના અલમપર ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારા મારી સર્જાઈ હતી. બંને જૂથના સભ્યો વચ્ચે લાકડીઓ-ધોકા અને ઘાતકી હથિયાર સાથે ધીંગાણું સર્જાયું હતું. આ ઘટના ગઈકાલ બુધવારની હોવાનું સામે આવી રહ્યું છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મારા મારી જમીનના ઝગડાને લઈ સર્જાઈ હોવાનું ાસમે આવી રહ્યું છે. આ ધીંગાણામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે 25 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, અલમપર ગામમાં આવેલી સરકારી જમીન પર કબજાની વાતને લઈ એક જ કુટુંબના બે સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારે અચાનક બંને જૂથના સભ્યો વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ અને લાકડીઓ-ધોકાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં એકને ભાવનગર તો બીજાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
બોટાદ : અલમપરમાં બે જૂથ વચ્ચે ધીંગાણાનો Video વાયરલ, 2ને ગંભીર ઈજા, 25 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ pic.twitter.com/jLusJ7fvGH
આ ધીંગાણાની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લાકડીઓ અને ધોકા વડે એકબીજા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, તથા ગામના અન્ય સબ્યોએ વચ્ચે પડી ઝગડાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 25 લોકો વિરુદ્ધ રાણપુર પોલીસે ફરિયાદ નોંધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર