Home /News /kutchh-saurastra /

આ છે લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી જયેશ ખાવડિયા, તેણે જ 600 લિટર કેમિકલ ચોર્યું હતુ

આ છે લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી જયેશ ખાવડિયા, તેણે જ 600 લિટર કેમિકલ ચોર્યું હતુ

આરોપી જયેશ ખાવડિયાની ફાઇલ તસવીર

Hooch Tragedy updates: આ આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ 600 લિટર કેમિકલ આપ્યું હતુ.

    બોટાદ : રાજ્યમાં (Gujarat latest news) ફરીથી લઠ્ઠાકાંડને  (Gujarat Hooch Tragedy) કારણે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. બોટાદમાં (Botad) થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 27 સુધી પહોંચી ગયો છે. જ્યારે 40 જેટલા લોકો સારવાર હેઠળ છે. હજી મૃતઆંકનો વધી શકે તેવી આશંકા સેવાઇ રહી છે. આ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે અને DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.

    જ્યારે ATS પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરશે. હાલ આ કેસમાં મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ 600 લિટર કેમિકલ આપ્યું હતુ.



    ન્યૂઝ18 ગુજરાતીએ મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની માતા કુસુમ ખાવડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તેમના પતિ રમેશભાઇ તથા બે દીકરા જયેશ અને જીતેશ સાથે આ ગોડાઉનમાં રહે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, તેઓ, તેમના પતિ અને મોટો દીકરો જયેશ આ ગોડાઉનમાં કામ કરતા હતા. જ્યારે નાનો દીકરો જીતેશ માલ સામાનની હેરફેર કરવા ટેમ્પો ચલાવવાનું કામ કરતા હતા. આ લઠ્ઠાકાંડ અંગે તેમને કાંઇ જ ખબર નથી. જયેશ અહીંથી ગઇકાલ રાત સાત કે આઠ વાગ્યાથી ગાયબ છે. જ્યારે પોલીસ તેમના પતિ રમેશભાઇ અને નાના દીકરા જીતેશને તેમના ઘરેથી લઇ ગઇ હતી.

    ગુજરાત પોલીસનો દાવો, 'મૃતકોએ દારૂ નહીં કેમિકલ જ પી લીધું હતું,' આ રીતે થયો આખો લઠ્ઠાકાંડ



    આ મામલે તપાસ કરીને પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરીને છે. જેમાં કેમિકલમાં દારુ અને પાણી ભેળવીને વેચાણ કરનાર, તેમજ કેમિકલ મોકલનાર અને વેચનારની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા 5 આરોપીઓ પૈકી 2 આરોપીઓ અમદાવાદ અને 3 આરોપીઓ બોટાદના હોવાની માહિતી મળી છે. લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત ATS પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ATS DySP સુનિલ જોશી, DIG દિપેન ભદ્રન સહિતની ટીમ બોટાદ પહોંચવાની છે. જ્યાં આ ટીમ લઠ્ઠાકાંડ મુદ્દે ઝીણવટ પૂર્વક તપાસ કરશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, બોટાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन