બોટાદ : બોટાદમાં 24 વર્ષની મહિલા કોન્સ્ટેબલની આપઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. શહેરના હનુમાન પુરી વિસ્તારના મકાનમાં યુવતીએ આપઘાત કર્યો છે. જોકે, આપઘાતનું કારણ હજી અકબંધ છે. યુવતીનો મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ હનુમાન પુરી વિસ્તારમાં જે ઘરમાં આપઘાત કર્યો છે ત્યાંની સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. યુવતીના આપઘાતને કારણે પરિવારમાં પણ માતમ છવાયો છે.
યુવતીની ફાઇલ તસવીર
ગુજરાતના અન્ય સમાચાર
અમદાવાદમાં આગ
રાજ્યમાં દિવાળીના ઉત્સ્વ પહેલા માહોલ બની રહ્યો છે. ત્યારે અમદાવાદમાં બે જગ્યાએ આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાતે પ્રેરણાતીર્થ દેરાસર પાસેની અભિજ્યોત રેસિડન્સીમાં આગ લાગી. તો બીજી બાજુ શહેરના દિલ્હી દરવાજા સ્થિત મોજડી બજારમાં પણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, સદનસીબે આ બંને ઘટનામાં જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
પ્રેરણાતીર્થ દેરાસર પાસેના મકાનમાં આગ
અમદાવાદમાં પ્રેરણા તીર્થ દેરાસર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. દેરાસર પાસે અભિજ્યોત રેસિડેન્સીમાં અગમ્ય કારણોસપ આગ લાગવાની ઘટના સામે આવી છે. અભિજ્યોત રેસિડેન્સીમાં મકાનની બાલ્કની તરફ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર