બોટાદઃ તુરખા ગામે ખંડણીના મામલે 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરાયું હોવાની માહિતી મળી છે. સુખનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ પાસે ગઢડાના ભીમડાદ ગામના રાજભા નામની વ્યક્તિએ ખંડણી માગી હતી, ખંડણી ન મળવાને કારણે રાજભાએ હવામાં ફાયરિંગ કરી ડરાવવાની કોશિશ કરી હતી.
મળતી વધુ વિગત મુજબ, આજે બોટાદના તુરખા ગામે આવેલા સુખનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ પાસે ગઢડાના ભીમડાદ ગામના રાજભા નામની વ્યક્તિ લાંબા સમયથી ખંડણી માગી રહ્યા હતા અને ધમકીઓ આપી રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટીઓએ ખંડણીના પૈસા આપવાનો ઇન્કાર કરતાં રાજભાએ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ડરાવાની કોશિશ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ-કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ કરી ડરી ગયેલા રાજભા પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ તો બનાવની પૂરી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર