Home /News /kutchh-saurastra /બોટાદ: માવઠાથી ખેડૂતોને ભારે નુક્શાન, સરકાર સહાય આપે તેવી ખેડૂતોની માંગ
બોટાદ: માવઠાથી ખેડૂતોને ભારે નુક્શાન, સરકાર સહાય આપે તેવી ખેડૂતોની માંગ
ખેડૂતોને પાકમાં નુક્શાન
હાલ રવિ પાકમાં તુવેર,ચણા, જુવાર સહિતના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે મોડીરાત્રે પવન ફુંકાતા તુવેર અને જુવારજમીન દોસ્ત થઈ જતા પાકમાં નુકશાન થયું. તેમજ ચણાનાં વાવેતરમાં ખાર નીકળી જવાના કારણે હવે આશા મુજબનું ઉત્પાદન તેમાં થઈ શકે નહીં તેવું ખેડૂતોનું કહેવું છે.
પ્રકાશ સોલંકી, બોટાદ: ગુજરાતમાં હાલ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યનાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેની અસર બોટાદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગઈકાલ દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ સાથે મોડી રાત્રે પવન ફૂંકાતા પાકમાં નુકશાન થયું છે.
હાલ રવિ પાક માં તુવેર,ચણા, જુવાર સહિતના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે મોડીરાત્રે પવન ફુંકાતા તુવેર અને જુવારજમીન દોસ્ત થઈ જતા પાકમાં નુકશાન થયું. તેમજ ચણાનાં વાવેતરમાં ખાર નીકળી જવાના કારણે હવે આશા મુજબનું ઉત્પાદન તેમાં થઈ શકે નહીં તેવું ખેડૂતોનું કહેવું છે.
ચાલુ વર્ષે ખેડૂત માટે આફતનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચોમાસામાં વધુ વરસાદ આવ્યો અને હવે શિયાળામાં માવઠું આવતાં ખેડૂતોએ પાક નુકશાન ભોગવવું પડ્યું છે. આ પહેલાં તૌઉતે વાવાઝોડાંને કારણે પણ ખેડૂતોનો પાક બરબાદ થયો ત્યારે રવિ પાકમાં સારું ઉત્પાદન આવશે તેવી આશા હતી. જોકે માવઠાને કારણે ખેડૂતોની હાલત માઠી થઇ ગઇ છએ. હાલમાં ખેતરોનાં ઉભા પાકમાં નુકશાનને કારણે ખેડૂત પરિવાર ગુજરાન કેમ ચલાવશે તે વાતથી ચિંતિત છે.
કારણ કે તુવેરના વાવેતર માં એક વિધે 25 હજારની ઉપજની આશા હતી તેમાં નુકશાન થતા ખેડૂત ચિંતા સાથે સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર