મહિલાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ ક્યારેક આ જ શક્તિના સ્વરૂપનું અપમાન પણ કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો બોટાદના રાણપુર અણિયાળી કસ્બામાં બન્યો છે. જ્યાં એક મંદિરમાં મહિલાના પ્રવેશ બાબતે ફરિયાદ થઇ છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરમાં તમામ સમાજની મહિલાઓને જવાની મનાઇ છે. આમ દલિત સમાજની દીકરીઓ દ્વારા મંદિરમાં પ્રેવશ કરાતા મામલો બીચક્યો હતો. મામવો એટલો ઉગ્ર બન્યો કે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ ડીવાયએસપી, મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટર રાણપુર અણિયાળી કસ્બામાં પહોંચી હતી. જ્યાં ફરિયાદી અે તેમજ ગામના અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. આમ મામલાને શાંત પાડવાની કોશિશ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે બોટાદ જિલ્લામાં રાણપુર અણિયાળી કસ્બા ગામ આવેલું છે. આ ગામમાં મહાદેવનું મંદિર છે જેમાં તમામ સમાજની પ્રવેશની મનાઇ છે. જોકે, થોડા દિવસ પહેલા ગામની દલિત સમાજની દીકરીઓ દ્વારા આ મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.
દીકરીઓના મંદિરમાં પ્રવેશ કરવાની સાથે જ જાણે મંદિર અપવિત્ર થઇ ગયું હોય એમ લોકોએ વિરોધ કર્યો હતો. આ ઘટનાના પગલે દલિત સમાજના લોકો મંદિર વ્યવસ્થાના લોકો આમને સામને આવી ગયા હતા.
દીકરીઓના મંદિર પ્રવેશની આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું હતું. આ મામલો એટલો બિચક્યો હતો કે દલિત સમાજના લોકોએ ગામના 11 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગામના 11 લોકો સામે એટ્રોસીટીનો ગુનો નોંધાવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શનિવારે કેટલીક દલિત દીકરીઓ મંદિરમાં પૂજા કરવા માટે ગઇ હતી. આ દીકરીઓ શ્રદ્ધાળુઓના સમૂહનો એક ભાગ હતી. મહિલાઓના જણાવ્યા પ્રમાણે અમને મંદિરમાં જવા માટે એટલા માટે રોકવામાં આવે છે કારણ કે અમે દલિત છીએ. રાણપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એસએન રમાનીએ કહ્યું કે, ગ્રામ લોકોએ મહિલાઓની જ્ઞાતીને ધ્યાનમાં રાખ્યા વગર તેમને મંદિર પ્રવેશ કરવા માટે રોક્યા હતા. આ મહિલાઓ માત્ર બહારથી જ પૂજા કરી શકે છે. તેઓ મંદિરમાં પ્રવેશ નથી કરી શકતી. તેમણે મંદિરની બહાર એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
ફરિયાદ થયા બાદ ગામ લોકો એકઠા થયા હતા અને આ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ મહાદેવના મંદિરમાં છેલ્લા બે દિવસથી આરતી બંધ છે.
અણિયાળી કસ્બા ગામે DYSP, મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટર પહોંચ્યા
રાણપુર અણિયાળી કસ્બામાં દલિત સમાજની કિશોરીઓને મંદિર પ્રવેશ બાદ મામોલ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. ફરિયાદ બાદ ગામના લોકો એકઠાં થયા હતા અને આ અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ મંદિરમાં પ્રેવશ અંગે ભેદભાવની આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટર રાણપુર અણિયાળી કસ્બામાં પહોંચી હતી. જ્યાં ફરિયાદી અે તેમજ ગામના અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. આમ મામલાને શાંત પાડવાની કોશિશ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર