બોટાદ નગરપાલિકાએ પ્લાસ્ટિક ઝભલાના વેપારીઓની દુકાને પાડી રેડ

નગરપાલિકા દ્વારા આજે રેડ પાડવાની કામગીરી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

News18 Gujarati
Updated: May 16, 2019, 9:55 PM IST
બોટાદ નગરપાલિકાએ પ્લાસ્ટિક ઝભલાના વેપારીઓની દુકાને પાડી રેડ
બોટાદ નગરપાલિકાએ પ્લાસ્ટિક વેપારીઓને ત્યાં પાડી રેડ
News18 Gujarati
Updated: May 16, 2019, 9:55 PM IST
પ્રકાશ સોલંકી, બોટાદ:  સરકાર દ્વારા 51 માઇકો નીચેના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આજે બોટાદ નગરપાલિકાની 15 ટિમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોલસેલમાં પ્લાસ્ટિકના ઝભલાનું અને અન્ય પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં રેડ પાડી હતી. જેમાં મોટી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથો મળી આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા પાડવામાં આવેલ આ રેડમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે અને રેડનું કામકાજ શરૂ હતું ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે જે જગ્યા પરથી મળી આવ્યો છે તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 51 માઈક્રોથી નીચેના પ્લાસ્ટિક પર કેટલાએ વર્ષોથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, છતાં શહેર તથા તાલુકામાં મોટાભાગની દુકાનોમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટીકના ઝભલાઓનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકા દ્વારા આજે રેડ પાડવાની કામગીરી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કેટલાએ વેપારીઓ તો દુકાનો બંધ કરી ઘર ભેગા પણ થઈ ગયા હતા.

બોટાદ નગરપાલિકા દ્વારા આ રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં રેડ પાટી મોટી માત્રામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...