Home /News /kutchh-saurastra /બોટાદ: સાળંગપુર પાસે કાર પલટી,ચારનાં મોત,3ને ઇજા

બોટાદ: સાળંગપુર પાસે કાર પલટી,ચારનાં મોત,3ને ઇજા

બોટાદ: સાળંગપુર પાસે કાર પલટી,ચારનાં મોત,3ને ઇજા.

બોટાદ: સાળંગપુર નજીક ગોજારો અકસ્માત સર્જાવાની ઘટના બની છે. રસ્તા પર ઝડપથી જઈ રહેલી કારચાલાકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી જતાં ઘટનાસ્થળે ચાર વ્યક્તિનાં મોત થયાં છે તેમ જ ત્રણ વ્યક્તિને ઇજા થઈ છે.

મળતી વધુ વિગત મુજબ, બોટાદના સાળંગપુર પાસે અચાનક કારચાલાકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. મૃત્યુ પામેલી ચાર વ્યક્તિના મૃતદેહને પીએમ માટે બરવાળા ખસેડાયા છે. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published:

Tags: Botad, અકસ્માત, ગુજરાત