
બોટાદના બિલ્ડર દિલાવર હમીદના અપહરણ કેસમાં બોટાદ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.બોટાદ શહેરમાં રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા દિલાવર હમીદનું ગત તારીખ ૧૦ના રોજ બોટાદના એસટી ડેપો પાસેથી સવારમાં બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા હથીયાર બતાવી અપહરણ કરવામાં આવેલ હતું.જે અગે બિલ્ડરના કાકા દ્વારા બોટાદ પોલીસમાં અપહરણકરતો વિરુધ પોલીસ ફરિયાદ નોધાવાઇ હતી.