Home /News /kutchh-saurastra /બોટાદ: વિરોધ પક્ષના નેતાને નડ્યો અકસ્માત, પત્ની અને બે પૌત્ર સહિત 5 લોકોનાં મોત

બોટાદ: વિરોધ પક્ષના નેતાને નડ્યો અકસ્માત, પત્ની અને બે પૌત્ર સહિત 5 લોકોનાં મોત

    બોટાદ: બરવાળાના ખાભડા ગામ પાસે અકસ્માત સર્જાતા 5 લોકોનાં મોત થયા છે. બોટાદથી સુરત જઈ રહ્યાં હતા તે દરમિયાન  અકસ્માત સર્જાયો હતો.

    આ અકસ્માત નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાને નડ્યો છે. જેમાં વિપક્ષના નેતાના પત્ની અને 2 પૌત્રના મોત નિપજ્યા છે. તો હોટલ માલિક અને કાર ચાલકનું પણ અકસ્માતમાં મોત થયું છે. તો વિપક્ષ નેતા મેઘજી તલસાણીયા ઇજાગ્રસ્ત થતાં તેમણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    મહત્વનું છે કે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પરિવાર સાથે બોટાથી સુરત કાર મારફતે થઈ રહ્યાં હતા. જે દરમિયાન અચાનક રોઝ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકો સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે વિરોધ પક્ષના નેતા મેઘજી તલસાણીયા સારવાર હેઠળ છે.
    First published:

    Tags: Botad, અકસ્માત