ગઢડા (સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, દેવપક્ષનો વિજય

ચૂંટણીમાં સાધુ વિભાગમાં 95 ટકા, પાર્ષદ વિભાગમાં 98 અને ગૃહસ્થ વિભાગમાં 65થી 70 ટકા મતદાન થયું હતું. કુલ છ બેઠક માટે આ મતદાન યોજાયું હતું.

ચૂંટણીમાં સાધુ વિભાગમાં 95 ટકા, પાર્ષદ વિભાગમાં 98 અને ગૃહસ્થ વિભાગમાં 65થી 70 ટકા મતદાન થયું હતું. કુલ છ બેઠક માટે આ મતદાન યોજાયું હતું.

  • Share this:
    ગઢડા (સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં દેવપક્ષનો વિજય થયો છે. જ્યારે સત્તાપક્ષની હાર થઈ છે. એટલે કે, ગઢડા સ્વામિનારાયણ ભગવાને બંધાવેલા મંદિરમાં સત્તા પરિવર્તન થઈ. હવે દેવપક્ષનો મંદિર પર રહેશે દબદબો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, દેવપક્ષના ચાર ઉમેદવારની જીત થઈ છે. એટલે કે કુલ 6 બેઠકમાંથી 4 બેઠક પર દેવપક્ષના ઉમેદવારના પેનલની જીત થઈ છે. જ્યારે બે બેઠક પર આચાર્યપક્ષના ઉમેદવારની જીત થઈ છે. આ કુલ 6 બેઠકમાં સાધુપક્ષની એક બેઠક અને ગૃહસ્થ વિભાગની 4 બેઠકમાંથી 3 બેઠક પર દેવપક્ષના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે પાર્ષદ વિભાગની એક બેઠક અને ગૃહસ્થ વિભાગની એક બેઠક પર આચાર્યપક્ષના ઉમેદવારની જીત થઈ છે.

    કયા ઉમેદવાર જીત્યા
    તમને પહેલા એ જણાવી દઈએ કે, કુલ 6 સીટો માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સાધુ વિભાગની એક સીટ, પાર્ષદ વિભાગની એક સીટ અને ગૃહસ્થ વિભાગની 4 સીટ બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાંથી દેવપક્ષના સાધુ વિભાગના ઉમેદવા હરજીવન દાસ અને ગૃહસ્થ વિભાગના 3 ઉમેદવાર અરજણ સાવલિયા, સુરેશ ગાબાણી અને વિનુભાઈ રાખોલિયાની જીત થઈ છે એટલે કે કુલ ચાર સીટ પર દેવપક્ષના ઉમેદવારની જીત થઈ. જ્યારે આચાર્યપક્ષના એક પાર્શદ વિભાગના ઉમેદવાર રમેશ ભગત અને ગૃહસ્થ વિભાગના ઉમેદવાર મનજીભાઈ ઈટાલિયાની જીત થઈ છે. આ રીતે આચાર્યપક્ષના બે ઉમેદવારની જીત થઈ.

    આચાર્યપક્ષના એસ.પી. સ્વામીએ પરિણામ પર ઉઠાવ્યા પ્રશ્ન
    આચાર્યપક્ષના એસ.પી. સ્વામીએ ચૂંટમીના પરિમામ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મતગણતરી શંકાસ્પદ રીતે યોજવામાં આવી છે. અમને પરિમામની કોપી પણ નથી આપવામાં આવી. ગૃહસ્થની 4માંથી એક સીટ પર અમારી જીત થઈ છે.

    દેવપક્ષની જીતથી હવે શું પરિવર્ત આવી શકે છે
    ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ પર દેવપક્ષની જીતથી સત્તા પરિવર્તન થયું છે. આ પરિણામથી મંદિરની સત્તા પર કેટલીક અસરો પડશે. આ પરિણામ બાદ રાકેશ પ્રસાદનું સમર્થન મજબૂત થશે, અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને ફરી આચાર્ય બનવું મુશ્કેલ થશે. દેવપક્ષના નૌતમ સ્વામીનું કદ વધશે. દેવપક્ષની જીતથી આચાર્યપક્ષે બે મંદિરો પરથી સત્તા ગુમાવવી પડશે. વડતાલ તાબાના 3 મંદિરમાંથી 2 મંદિર પર દેવપક્ષનો કબજો થશે. જ્યારે આચાર્યપક્ષની સત્તા માત્ર જુનાગઢ મંદિર પર સિમિત થશે. ગુરૂકુલના સંતોને ફાયદો થશે. મંદિરના વહિવટમાં હવે કોઠારીની નિમણૂંક થશે. મંદિરના વહિવટ માટે ચેરમેનની વરણી થશે.

    તમને જણાવી દઈએ કે, રવિવારે ગઢડા (સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીમાં સાધુ વિભાગમાં 95 ટકા, પાર્ષદ વિભાગમાં 98 અને ગૃહસ્થ વિભાગમાં 65થી 70 ટકા મતદાન થયું હતું. કુલ છ બેઠક માટે આ મતદાન યોજાયું હતું.

    ઉલ્લેખનીય છે કે મંદિરની ચૂંટણીને લઈને છેલ્લા દશકાથી વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરતા હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણઈમાં સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 બેઠક સહિત કુલ 6 બેઠક માટે હાલના શાસક આચાર્ય પક્ષ અને વિરોધમાં દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
    Published by:kiran mehta
    First published: