Barvala Jeep viral video: વાયરલ થયેલો વીડિયો બરવાળા-અમદાવાદ હાઇવે પરનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાડી ચાલકે ગાડીની છત પર પણ મુસાફરોને બેસાડ્યા છે.
બોટાદ: બોડાદ ખાતેથી જીવના જોખમે સવારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social video) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ગાડીમાં લોકો પોતાના જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ગુજરાતમાં દરરોજ અસંખ્ય અકસ્માત (Road accidents) થતા હોય છે. અનેક અકસ્માતોમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ બોટાદ (Botad)નો જે વીડિયો વાયરલ (Viral video) થયો છે તેને જોયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ કેસમાં સહેજ પણ ચૂક થાય તો આ મોતની સવાર બની શકે છે. ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
વીડિયો વાયરલ
વાયરલ થયેલો વીડિયો બરવાળા-અમદાવાદ હાઇવે પરનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાડી ચાલકે ગાડીની છત પર પણ મુસાફરોને બેસાડ્યા છે. મુસાફરોની સાથે સાથે ગાડીની છત પર એક બાઇક પણ જોવા મળી રહ્યું છે. હકીકતમાં વધારે ભાડાની લાલચમાં તૂફાન જીપ ચાલકે જીપની અંદર ઉપરાંત છત પર પણ મુસાફરોને બેસાડ્યા હતા.
જોખમી સવારી
હકીકતમાં રાજ્યમાં અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી રીતે મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે. જો સહેજ પણ ભૂલ થાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ વીડિયો ખરેખર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે. લોકોએ પણ આવી જોખમી સવારી ટાળવી જોઈએ. આ ઉપરાંત ભાડા પર વાહનો ચલાવી રહેલા લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આ કેસમાં પોલીસ ગાડી ચાલક સામે કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.
બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ (Bus) અને રિક્ષા (Auto Rickshaw) વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત (Death) થયા છે. બીજી તરફ ડીસા ખાતે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગાડી ઉપર જીવના જોખમે લોકો કરી રહ્યા છે મોતની સવારી
ડીસા ઓવરબ્રિજ (Deesa overbridge) પર ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ઇસબગુલ ભરેલો ટ્રક બ્રિજ પર જ પલટી ગયો હતો. જેના પગલે એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ટ્રેલરને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર