Home /News /kutchh-saurastra /બરવાળા: દારૂના હપ્તાનું સેટિંગ કરવા બાબતે ASI સસ્પેન્ડ, ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

બરવાળા: દારૂના હપ્તાનું સેટિંગ કરવા બાબતે ASI સસ્પેન્ડ, ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

ASI યાસ્મીન સસ્પેન્ડ

Botad ASI Audio Clip: કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દેશી દારૂના વેચાણ થયું હોય તેવા સ્થળે તેમજ જ્યાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય ત્યાં પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે.

બોટાદ: ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડ (Hooch Tragedy)માં 28થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, પોલીસ ફરિયાદ પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પરંતુ કેમિકલયુક્ત પ્રવાહી પી લીધું હતું. આ મામલે 40થી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. બીજી તરફ બરવાળા પોલીસ સ્ટેશન (Barvada police station)માં ફરજ બજાવતા એક મહિલા એ.એસ.આઈનો ઓડિયો વાયરલ (ASI audio clip viral) થયો છે. જેમાં તેઓ બુટલેગરનો હપ્તો સેટ કરવાની વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો વાયરલ થયા બાદ બોટાદ એસ.પી. કરન રાજ વાઘેલાએ એ.એસ.આઈ. યાસ્મીન જરગેલાને સસ્પેન્ડ કરી દીધા છે.

ઓડિયો ક્લિપ વાયરલ




દેશી દારૂની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી


કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દેશી દારૂના વેચાણ થયું હોય તેવા સ્થળે તેમજ જ્યાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય ત્યાં પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. આ જ કડીમાં રાજકોટ પોલીસ પણ એક્શનમાં જોવા મળી હતી.


મુખ્ય આરોપીની ધરપકડ


લઠ્ઠાકાંડ મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશ ખાવડીયાની ધરપકડ કરી લીધી છે. આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ 600 લિટર કેમિકલ આપ્યું હતું. ન્યૂઝ18 ગુજરાતીએ મુખ્ય આરોપી જયેશ ખાવડીયાની માતા કુસુમ ખાવડીયા સાથે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમના પતિ રમેશભાઇ તથા બે દીકરા જયેશ અને જીતેશ સાથે આ ગોડાઉનમાં રહે છે. નાનો દીકરો જીતેશ માલ સામાનની હેરફેર કરવા ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. પોલીસ બે દીકરા અને પતિને પકડીને લઈ ગઈ હોવાનું કુસુમબેને જણાવ્યું હતું.


મૃતકોએ કેમિકલ પીધાનો દાવો


કથિત લઠ્ઠાકાંડ મામલે ગુજરાત પોલીસે મોટો દાવો કર્યો છે. ગુજરાત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ લઠ્ઠાકાંડના મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધું કેમિકલ જ પીધું હતુ. આ આખો ખૂની ખેલ ત્રણ તબક્કામાં સર્જાયો હતો. જેમાં પહેલા તબક્કામાં અમદાવાદની એમોસ કંપનીના (Amos Company) ગોડાઉન મેનેજર જયેશ ઉર્ફે રાજુની મોટી ભૂમિકા સામે આવી રહ્યું છે. આ કંપની મિથાઇલ કેમિકલના વેપાર સાથે જોડાયેલી કંપની છે. આ કંપનીમાં ગોડાઉન મેનેજર તરીકે જયેશ ઉર્ફે રાજુ કામ કરતો હતો. કંપનીના માલિકે અનેકવાર મિથાઇલ કેમિકલ અંગે અનેકવાર ચેતવ્યો હતો પરંતુ જયેશે કન્ટેનરોમાંથી થોડું થોડું મિથાઇલ ચોરીને 600 લિટર કેમિકલ ભેગું કરી લીધું હતુ.
First published:

Tags: Botad, ગુજરાત, દારૂ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો