બોટાદઃ મેડિકલ રિપોર્ટ આવ્યો, ડોક્ટર પ્રસૃતિ દરમિયાન નશામાં જ હતો, ગુનો દાખલ

ડો. પ્રકાશ લાખાની

પ્રાથમિક તપાસ દરમિયાન ડોક્ટર પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.

 • Share this:
  પ્રકાશ સોલંકી, બોટાદ

  ગુજરાતમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. જેના પગલે દર્દીના સંબંધીઓ હોસ્પિટલમાં હોબાળો પણ મચાવતા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે. આવો જ એક કિસ્સો બોટાદમાં બન્યો છે જેમાં સગર્ભા મહિલાની પ્રસુતી દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ માતાનું પણ મોત થયું હતું. ફરિયાદ બાદ ડોક્ટરનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં બહાર આવ્યું કે ડોક્ટર નશામાં હતો.

  આ પણ વાંચો અમદાવાદઃ ફરી છારાનગરમાં દરોડા, 200 પોલીસકર્મી દ્વારા મેગા રેડ

  જેના પગલે સંબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન ડોક્ટર પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે મોડી રાત્રે એક સગર્ભા મહિલાને પ્રસુતી પીડિ ઉપડતા બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જેના પગલે હોસ્પિટલના ડોક્ટર પ્રકાશ લાખાનીએ સગર્ભા મહિલાની પ્રસુતી કરાવવાની કામગીરી હાથધરી હતી. જોકે, પ્રસુતી દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. અને બાદમાં માતાનું પણ મોત નીપજ્યું હતું.

  નવજાત બાળક અને માતાનું મોત નીપજતા પરિવારના રોષ ફેલાયો હતો. પ્રસુતી દરમિયાન ડોક્ટર પીધેલી હાલતમાં હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. પોતાના સ્વજનને ગુમાવનાર પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

  પ્રાથમિક તપાસ દરમિયાન ડોક્ટર પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published: