Home /News /kutchh-saurastra /Botad: સીઆર પાટીલની નારાજગી વચ્ચે કેમિકલ કાંડ બાદ બોટાદ જિલ્લા ભાજપમાં નવાજૂનીના એંધાણ

Botad: સીઆર પાટીલની નારાજગી વચ્ચે કેમિકલ કાંડ બાદ બોટાદ જિલ્લા ભાજપમાં નવાજૂનીના એંધાણ

વિપક્ષ પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર અનેક આક્ષેપો કર્યા છે.

તમામ રાજકીય પક્ષો બોટાદ અને અમદાવાદ જિલ્લાના આ કેમિકલ કાંડમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર અનેક આક્ષેપો કર્યા છે.

રાજ્યના અમદાવાદ (Ahmedabad) અને બોટાદ જિલ્લામાં થયેલા કેમિકલ કાંડ (Botad Chemical Scandal) બાદ ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માં ગરમાવો આવી ગયો હતો. દરેક રાજકીય પક્ષ આ કેમિકલ કાંડમાં સરકારની નિષ્ફળતા હોવાનું આક્ષેપ કરી રહ્યા હતા. ગુજરાતમાં વિપક્ષમાં રહેલ કોંગ્રેસ (Gujarat Congress) હોય કે આગામી વિધાનસભામાં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી હોય. તમામ રાજકીય પક્ષો બોટાદ અને અમદાવાદ જિલ્લાના આ કેમિકલ કાંડમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર અનેક આક્ષેપો કર્યા છે.

સરકાર દ્વારા પણ કેમિકલ કાંડની તપાસ મામલે ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. સરકારે ફરજમાં નિષ્ફળ રહેલ અધિકારીઓ સામે લાલ આંખ કરી આઠ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો બોટાદ અને અમદાવાદ જિલ્લાના પોલીસ વડાઓની પણ બદલી કરી નાખી હતી. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી સમગ્ર લઠ્ઠાકાંડ બાદ આ વિસ્તારોમાં સંગઠનની કામગીરી અંગે પણ મનોમંથન કરી રહ્યું છે.

આ પણ વાંચો- ભારેખમ રીએક્ટર્સને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા, ટ્રાંસપોર્ટનો ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે બોટાદ અને અમદાવાદ જિલ્લાના જે ગામડાઓમાં કેમિકલ કાંડ થયો તેમાં સૌથી વધુ પાર્ટીની ઈમેજને નુકસાન થયું છે. પાર્ટી સુત્રો એ પણ જણાવી રહ્યા છે કે સમગ્ર કેમિકલ કાંડ દરમિયાન બોટાદ જિલ્લા ભાજપ સંગઠને નિષ્ક્રિય અને નબળું પુરવાર થયું છે. જેના પરિણામે પાર્ટીને ખૂબ મોટું નુકસાન બોટાદ જિલ્લામાં થયું છે.

આ પણ વાંચો- પીવી સિંધૂએ ગોલ્ડ મેડલ જીત્યો, ફાઇનલમાં કેનેડાની ખેલાડીને હરાવી

આમ પણ બોટાદ જિલ્લાના ભાજપના આંતરિક વિખવાદો એ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ શોધી આ પહેલા પણ પહોંચેલા છે ત્યારે પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બોટાદ જિલ્લા સંગઠન સામે નબળી કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ હવે જે રીતે કેમિકલ કાંડ બાદ બોટાદ જિલ્લા ભાજપ સંગઠનનાં આંતરિક વિખવાદો અને સંકલનના અનેક પ્રશ્નો સામે આવતા ભારતીય જનતા પાર્ટી સૂત્ર જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા બદલાવ આવે તો કોઈ નવાઈ નહીં.
Published by:Rakesh Parmar
First published:

Tags: Botad, Gujarati news, ગુજરાત, બોટાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો