બોટાદમાં એલસીબી પોલીસ વાનને અકસ્માત થયાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ટ્રક અને પોલીસ વાન એકબીજા સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મચાારીને ઇજા પહોંચી છે જે પૈકી એકની હાલત વધારે ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શનિવારે મોડી રાત્રે અમદાવાદ તરફ આવી રહી હતી. ત્યારે બોટાદ પાસે બરવાળાના રોજીદ અને તગડી વચ્ચે પોલીસ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.
અકસ્માતગ્રસ્ત પોલીસ વાન
ટ્રક અને પોલીસ વાનના ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરથી પોલસની જીપ રોડની બાજુમાં ફંગોળાઇ ગઇ હતી.
અકસ્તાતના પગલે પોલીસ જીપમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. જે પૈકી એકની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બાકીના ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને નજીકની હોસ્પિટલમાં સાવરવાર અર્થે લઇ જવાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર