જન્માષ્ટમી (Janmashtami)ના પાવન દિવસે ગઢડાના મંદિર (Gadhada Temple)માંથી પુજારીનો મૃતદેહ (Dead Body) મળતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમા એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બોટાદ (Botad) જિલ્લાના ગઢડા બીએપીએસ મંદિરમાં (Gadhada BAPSTemple)થી ગઇ કાલે વહેલી સવારે પ્રતાપ સિંહ સિંધા નામના પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, અમેરીકા જવાની લાલચે ગઢડા BAPS મંદિરમાં સેવા પુજા કરનાર મહેન્દ્રસિંહ રાઠવાએ જ પ્રતાપસિંહ સિંધાની હત્યા કરી હતી.
જણાવી દઇએ કે, પ્રતાપ સિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા. જેમની ગઇ કાલે સવારે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી ત્યારે ગઢડા BAPS મંદિરના સેવકની હત્યા કરનાર આરોપીને પોલીસે ગણત્રરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. મહેનદરસિહ રાઠવા નામના શખ્સે અમેરીકા જવાની લાલચે ગઢડા BAPS મંદિરમાં સેવા પુજા કરનાર મહેન્દ્રસિહ રાઠવાએ જ પ્રતાપસિંહ સિંધાની હત્યા કરી હતી.
મૃતક પુજારી પ્રતાપસિંહ સિંધા અને હત્યા કરનાર કરનાર મહેન્દ્રસિહ રાઠવા બંન્ને મંદિરમાં સેવા અને પૂજા કરતા હતા. પરંતુ મહેન્દ્રસિહને અમેરીકા BAPS મંદિરમાં કામે મોકલાના હતા પરંતુ પ્રતાપસિંહ એ તેના દીકરાને અમેરીકા મોકલવાની ભલામણ કરતા આ મામલે મનદુઃખ થયું હતું, જે હત્યા સુધી પહોંચી ગયું અને પુજારીએ જ પુજારીની ઢીમ ઢાળી દીધુ.
હત્યા અંગેની જાણ થતા, DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને BAPS મંદિરમાંથી મળી આવેલા શંકાસ્પદ ડેડબોડીને લઈને તપાસ તેજ કરી હતી અને બોટાદ ડીવાયએસપીએ કહ્યું હતું કે સેવા પુજા કરનાર શખ્સની હત્યા થઈ હોય તેવી શંકાના મામલે પોલીસે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી હતી. ત્યારે મહેન્દ્રસિહ રાઠવાએ ગઇ કાલે વહેલી સવારે મંદિરના નીચેના રૂમમાં પ્રતાપસિંહ સિંધાને લોખંડના પાઈપ મારી હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારો મહેનદરસિહ રાઠવાની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે.
સમગ્ર વિશ્વમાં પ્રચલિત એવા ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સંપ્રદાયમા ચકચાર મચી ગઇ ગતી અને અમેરીકા જવાની લાલચે ગઢડા BAPS મંદિરમાં સેવા પુજા કરનાર મહેનદરસિહ રાઠવાએ જ પ્રતાપસિંહ સિંધાની હત્યા કરતા ફરી એકવાર BAPS સ્વામીનારાયણ મંદિર ચર્ચામાં આવી ગયું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર