Home /News /kutchh-saurastra /Diesel shortage: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે બોટાદની ખાનગી શાળાએ 2000 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા
Diesel shortage: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે બોટાદની ખાનગી શાળાએ 2000 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા
શાળાના વાહનોમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર ડીઝલ પમ્પ પણ બનાવવામાં આવ્યો હતો.
આ શાળામાં મળેલ માહિતી મુજબ આશરે 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા શાળા કેમ્પસમાં આ પ્રમાણેનો ગેરકાયદેસર રીતે ડીઝલ પમ્પ બનાવવો કેટલો યોગ્ય અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
એક તરફ ગુજરાતમાં ડીઝલની અછત (Diesel shortage in Gujarat)ના પડઘા સંભળાતા હતા અને જ્યારે બીજી તરફ બોટાદ (Botad)ની ખાનગી શાળામાંથી 8000 લીટરની ડીઝલ ટેન્ક (diesel tanks in schools) ઝડપાઇ છે. શાળા પરિસરમાં વાહનોમાં ડીઝલ પુરવા માટે પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. બાતમીના આધારે મામલતદાર તેમજ પુરવઠા વિભાગને જાણ થતાં સ્થળ પર પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જ્યાં મંજૂરી વિના 3000 લીટરનો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. ત્યારે ટ્રસ્ટીને આ અંગે સવાલ કરતાં શાળાના વાહનોમાં ડીઝલ પૂરવા જથ્થો રાખ્યો હોવાની વાત કરી હતી. તેમજ મંજૂરી ના હોય તે વાતનો પણ સ્વીકાર કર્યો હતો. હાલમાં શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરાઇ છે.
બોટાદની ખાનગી શાળામાં 8000 લીટરની ડીઝલ ટેન્ક ઝડપાઈ છે. શાળા પરીસરમાં શાળાના વાહનમાં ડીઝલ પુરવા માટે પમ્પની વ્યવસ્થા કરાઈ હતી. જેની બાતમી મળતા મામલતદાર તેમજ પુરવઠાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મંજૂરી વગર 3000 લીટરનો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ડીઝલ ટેન્ક સહિત સીલ મારવાની કામગીરી કરવાની તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદારે નિવેદન આપ્યું હતું. શાળા ટ્રસ્ટી દ્રારા એ.સી. શાળા હોય ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું હતું તો મંજૂરી ન હોય તે વાતનો પણ સ્વીકાર કર્યો હતો.
બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ આર.એ.કળથીયા સ્કુલમાં આશરે 8000 લીટરનો સંગ્રહ કરી શકાય તે મુજબની ટેન્ક તેમજ ભૂગર્ભમાં એક ટેન્ક સાથે ડીઝલ ભરવાના 2 બેરલ સાથે ડીઝલ પમ્પ જોવા મળ્યો હતો. બોટાદ મામલતદારને માહિતી મળી હતી જેથીઆજ રોજ પુરવઠાની ટીમ સાથે અધિકારીઓ શાળા કેમ્પસ ખાતે દોડી આવ્યા હતા.
જ્યાં શાળાના કેમ્પસમાં જ અલગ સર્વે નંબરમાં 8000 લીટરની ડીઝલ ટેન્ક તેમજ ભૂગર્ભમાં ડીઝલ ટેન્ક મળી આવી હતી. તેમજ શાળા કેમ્પસમાં બે બેરલ ડીઝલના મળી આવ્યા હતા. તેમજ શાળાના વાહનોમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર ડીઝલ પમ્પ પણ બનાવવામાં આવ્યો હતો.
આ બાબતની સંપૂર્ણ તપાસ કરતા મામલતદાર દ્રારા જણાવવામાં આવ્યું કે, આશરે 3000 લીટર ડીઝલનો જથ્થો ઝડપાયો છે તેમજ આ ડીઝલ રાખવામાં માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. જેને લઈ હાલ તો આ તમામ ડીઝલ ટેન્ક અને પમ્પને સીલ મારવામાં આવશે અને આગળની કાર્યવાહી કાયદાકીય રીતિ કરવામાં આવશે.
શાળાના ટ્રસ્ટી જ્યંતીભાઈ દ્રારા આ મામલે પોતાની શાળાની ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરતા જણાવવામાં આવેલ કે શાળામાં એસી હોય તેના માટે ડીઝલનો વપરાશ હોય રાખવામાં આવે છે પણ શાળાના કેમ્પસમાં બસમાં ડીઝલ ભરવા માટેનો સમય પણ મુકવામાં આવેલ હોય જે બાબતનો ટ્રસ્ટી દ્રારા અસ્વીકાર કરી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ શાળામાં મળેલ માહિતી મુજબ આશરે 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા શાળા કેમ્પસમાં આ પ્રમાણેનો ગેરકાયદેસર રીતે ડીઝલ પમ્પ બનાવવો કેટલો યોગ્ય અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે.
હાલ તો અધિકારી દ્રારા તપાસની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે પણ ખરા અર્થમાં તપાસ થવી જોઈએ અને આવા શાળા સંચાલકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ નહિતર આગામી દિવસોમાં અન્ય શાળામાં પણ ડીઝલ પમ્પ જોવા મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર