Home /News /kutchh-saurastra /Barvala News: બોટાદનાં રાણપુરમાં ભારતીય બનાવટનો 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Barvala News: બોટાદનાં રાણપુરમાં ભારતીય બનાવટનો 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બોટાદ LCB રાણપુર અને પાળીયાદ પોલીસ ગાડીની વોચમાં હતી.

500 પેટી દારૂ સહિત 28 લાખનો મુદ્દામાલ હતો જેને બોટાદ LCB, રાણપુર અને પાળીયાદ પોલીસની કાર્યવાહી કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદના બરવાળામાં લઠાકાંડ બાદ પણ જિલ્લામાં નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આજે બરવાળામાં સૌથી મોટો દારૂનો જથો રાણપુર પોલીસે ઝડપી પાડ્યો છે. અહીં બોટાદ LCB, રાણપુર અને પાળીયાદ પોલીસે બાતમીના આધારે 500 પેટી દારૂ સહિત 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદનાં રાણપુરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ફરી એક વખત બરવાળા ચર્ચામાં આવી ગયું છે. રાણપુર શહેરના ગરનાળા પાસેથી ટ્રક ઝડપાઈ છે જેમા 500 પેટી દારૂ સહિત 28 લાખનો મુદ્દામાલ હતો જેને બોટાદ LCB, રાણપુર અને પાળીયાદ પોલીસની કાર્યવાહી કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- બોટાદ કેમિકલ કાંડને લઈને મહત્ત્વના સમાચાર, સમીર પટેલ વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા

બોટાદમાં રાણપુર પોલીસની હદમાંથી ઝડપાયેલ દારૂના જથ્થા મામલે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, બોટાદ LCB રાણપુર અને પાળીયાદ પોલીસ ગાડીની વોચમાં હતી. રાણપુર શહેરના ગરનાળા પાસે થી GJ 27 V 3347 નંબરનો ટ્રક વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ છે. જોકે પોલીસને જોઇ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા અંદાજીત 500 પેટી જેટલો વિદેશી દારૂ સહિત ટ્રક સાથે કુલ મુદ્દામાલ અંદાજીત 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં બાળ તસ્કરીની ચોંકાવનારી ઘટના, માતા-પિતાએ જ દીકરીનો કર્યો સોદો

પ્રાથમિક માહિતી સાથે પી.એસ.આઈ. નરેશ રબારી સહિતના સ્ટાફ દ્રારા તપાસ કરતા એક ટ્રક શંકાના દાયરામાં આવતા પોલીસ દ્રારા તપાસ શરૂ કરતાં ડ્રાયવર ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જેને લઈ પોલીસ દ્રારા વધુ શંકા જતા ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટનો દારૂનો મસમોટો જથો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Botad, ગુજરાત, બોટાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો