Home /News /kutchh-saurastra /

બોટાદ: બજારમાં નકલી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, નોટો વટાવવા અજમાવી ગજબની યુક્તિ

બોટાદ: બજારમાં નકલી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, નોટો વટાવવા અજમાવી ગજબની યુક્તિ

નકલી નોટો સાથે ત્રણની ધરપકડ

Botad counterfeit currency: બોટાદ પોલીસે જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે મોટા રામજી મંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે નકલી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી.

    પ્રકાશ સોલંકી, બોટાદ: બોટાદ પોલીસે ડુપ્લિકેટ ચલણી નોટો (counterfeit currency) સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 500 રૂપિયા અને 100 રૂપિયાની ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા (Ranpur Taluka)ના નાગનેશ ગામે મોટા રામજી મંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેના અનુસંધાને મંદિર ખાતે ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

    મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસ હોવાથી રાણપુર પોલીસ (Ranpur Police) પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારા નકલી ચલણી નોટો સાથે અજયભાઇ રમેશભાઇ ચારોલા (ઉ.વ.૨૫ રહે. ભગુપુર તા.ચુડા જિ.સુરેન્દ્રનગર) અને જયેશભાઇ રમેશભાઇ ખેરાળીયા (ઉ.વ.૨૧ રહે. ભગુપુર તા. ચુડા જિ. સુરેન્દ્રનગર)ની અટકાયત કરી હતી.

    500 અને 100 રૂપિયાની નકલી નોટો ઝડપાઈ


    બંને યુવાનોની પૂછપરછ અને તલાસી લેતા દરમિયાન રૂ.500ના દરની નવ નોટો અને 100 રૂપિયાના દરની બે નોટો મળી આવી હતી. આ નોટોના સિરિયલ નંબર એક સરખાજ હતા. જેથી પોલીસને આ નોટો નકલી હોવાનું માલુમ પડ્યું હતું. બંને આરોપીએએ પોલીસ પૂછપરછ દરમિયાન નોટો તેઓના મિત્ર હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ ગોવિંદીયા (રહે.ભગુપુર તા. ચુડા)એ વટાવવા માટે કમિશન ઉપર આપી હોવાનું જણાવ્યું હતું.

    આ પણ વાંચો: કારે પાછળથી ટક્કર મારતા બાઇક પર જઈ રહેલા બે સગા ભાઈનાં મોત

    જે બાદમાં પોલીસે હાર્દિકભાઇ ઘનશ્યામભાઇના રહેણાક મકાન ભગુપુર ખાતે તપાસ કરતા તેની પાસેથી એક કાળા કલરનું EPSON કંપનીનું કલર પ્રીન્ટર મશીન મળી આવ્યું હતું.

    પોલીસે પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો


    પોલીસે તેમની પાસેથી બનાવટી નોટો છાપવાના પ્રિન્ટિંગ પેપર, રૂ.૫૦૦/ના દરની નોટ નંગ-૫ તથા રૂ.૧૦૦/ના દરની નોટ નંગ-૧ તથા અર્ધ કટિંગ પેપરમાં પ્રીન્ટ કરેલી રૂ.૧૦૦/ના દરની નોટ નંગ-૨ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-૧ મળી કબજે લીધો હતો.

    આ પણ વાંચો: થરાદમાં ચાલુ જમણવારમાં આગ લાગતા ભાગદોડ




    ચોરીના આરોપી ઝડપાયા


    બીજા એક બનાવમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા- 2 ગામે રહેતા અરજણભાઈ મોરડીયાના ઘરમાંથી 3.50 લાખ રોકડા રૂપિયા અને 16 તોલા સોનાના દાગીના મળી કુલ 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર ઝડપાયા છે. ગઢડાના રાજપીપળા ગામે બંધ મકાનમાંથી ગત પહેલી મેના રોજ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ મુદ્દામાલ સાથે ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ કેસમાં પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા દેહુરભાઇ મેરાભાઇ શેફાતરા, તુલશીભાઇ લવજીભાઇ તાળા, વિપુલભાઇ રમેશભાઇ ખેર, નરેન્દ્રભાઇ અમૃતલાલ પાટડીયાની ઘરપકડ કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Botad, Currency, ગુનો, પોલીસ

    આગામી સમાચાર