સવારથી કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભૂકંપના આંચકા, કચ્છમાં 3ની તીવ્રતા

શુક્રવારે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા બાદ શનિવારે કચ્છ અને ઝાલાવાડ વિસ્તારમાં બપોર સુધીમાં ભૂકંપની ત્રણ આંચકા અનુભવાયા હતા.

News18 Gujarati
Updated: March 2, 2019, 3:57 PM IST
સવારથી કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભૂકંપના આંચકા, કચ્છમાં 3ની તીવ્રતા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 2, 2019, 3:57 PM IST
ન્યૂઝ19 ગુજરાતીઃ શુક્રવારે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા બાદ શનિવારે કચ્છ અને ઝાલાવાડ વિસ્તારમાં બપોર સુધીમાં ભૂકંપની ત્રણ આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી પ્રમાણે કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ત્રણની તીવ્રતા, સુરેન્દ્રનગરમાં 2.1ની તીવ્રતા, બોટાદમાં 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારના સમયે આવેલા ભૂકંપના આંચકના પગલે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સિસ્મોગ્રાફી વિભાગે આપેલી માહિતી પ્રમાણે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી સહિત વલસાડ શહેરના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સિસ્મોગ્રાફી યંત્ર ઉપર 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત સવારે 11.14 કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો.

આ પણ વાંચોઃ-વલસાડઃ ભૂકંપના બે આંચકા અનુભવાયા, એકની 3.1 અને બીજોની 4.4ની તીવ્રતા

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી 30 કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે. મંગળવાર રાત્રે 11.9 મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘરની બહાર દોડી આવ્યા
First published: March 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...