જૂનાગઢ મનપા પરિણામ : ભાજપ 54 બેઠક જીત્યું, કોંગ્રેસ કરતાં NCPને વધારે બેઠક મળી

જૂનાઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 49.68 ટકા મતદાન થયું હતું જેમાં 60માંથી 54 બેઠકો ભાજપે અને 4 બેઠકો એનપીસી અને માત્ર 1 બેઠક કોંગ્રેસે જીતી હતી.

News18 Gujarati
Updated: July 23, 2019, 12:43 PM IST
જૂનાગઢ મનપા પરિણામ : ભાજપ 54 બેઠક જીત્યું, કોંગ્રેસ કરતાં NCPને વધારે બેઠક મળી
જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું સત્તામાં પુનરાગમન થતા કાર્યકરોએ વિજયોત્સવની શરૂઆત કરી દીધી હતી.
News18 Gujarati
Updated: July 23, 2019, 12:43 PM IST
પ્રણવ પટેલ, અંકિત પોપટ, જૂનાગઢ : જૂનાગઢ મહાનગર સેવાસદનની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસની કારમી હાર થઈ છે. મનપાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં સત્તાધારી ભાજપ સામે કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો મેદાને હતા. ચૂંટણીમાં કુલ 49.68 ટકા મતદાન થયું હતું. સવારે 9.00 વાગ્યાથી કૃષિ યુનિવર્સિટીમાં શરૂ થયેલી મતગણતરીમાં ભાજપે કાઉન્ટિંગના પ્રથમ બે કલાકની અંદર જ 15માંથી 5 વોર્ડમાં વિજય મેળવી લીધો હતો. વર્ષ 2004 બાદ ભાજપે પહેલી વાર ઐતિહાસીક જીત મેળવી હતી. સત્તાધારી ભાજપે ચૂંટણીમાં 60માંથી 54 બેઠકો જીતી હતી જ્યારે પ્રથમ વખત જ ચૂંટણી લડેલી NCPએ એક પેનલ અને એક ઉમેદવાર મળી 4 બેઠકો જીતી હતી. આમ આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં એનસીપી વધુ ખીલ્યું હતું જ્યારે કોંગ્રેસ કમળની સામે સાવ કરમાઈ ગઈ હતી.

ચૂંટણીમાં 1,10,496 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 277 મતદાન મથકો પર મતદાન થયું હતું. આજે 15 વોર્ડની 60 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. 2014માં યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો.


આ પણ વાંચો : જૂનાગઢ મનપામાં ભાજપે ઐતિહાસીક જીત મેળવી ઉજવણી કરી

મતગણતરીનો પ્રારંભ થતા જ ભાજપ આગળ ચાલી રહ્યું હતું. ભાજપે પ્રથમ કલાકની અંદર જ વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 13 અને 5માં જીત મેળવી હતી. કુલ 59 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા જેમાં શરૂઆતમાં જ ભાજપ મોટા ભાગની બેઠકો પર આગળ ચાલી રહ્યું હતું.

મતદાન પૂર્વ ભાજપના નેતા અને પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો આ ચૂંટણીમાં વિજય ચોક્કસપણે થશે. પાર્ટી 48-50 બેઠકો પર જીત મેળવી અને સત્તાનું પુનરાવર્તન કરશે. ભાજપે સત્તાનું પુનરાવર્તન કરવાની સાથે એક હાર એક જીતની પરંપરા પણ તોડી નાખી હતી.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...