Home /News /kutchh-saurastra /Kutch: દેશની શ્રેષ્ઠ વિધાનસભા એવોર્ડના માપદંડો સૂચવતી સમિતિમાં નિમાબેન આચાર્યની સભ્ય તરીકે વરણી

Kutch: દેશની શ્રેષ્ઠ વિધાનસભા એવોર્ડના માપદંડો સૂચવતી સમિતિમાં નિમાબેન આચાર્યની સભ્ય તરીકે વરણી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય

Gujarat assembly speaker Nimaben Acharya : ગત વર્ષે યોજાયેલ 82મી અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની બેઠકમાં દેશની સર્વશ્રેષ્ઠ વિધાનસભાને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Dhairya Gajara, Kutch: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (Gujarat Legislative Assembly Speaker) અને કચ્છના ભુજ મતવિસ્તારના ધારાસભ્ય (Bhuj MLA) નિમાબેન આચાર્યની (Nimaben Acharya) દેશની શ્રેષ્ઠ વિધાનસભા એવોર્ડ (Best State Assembly Award) આપવા માટેના માપદંડો સૂચવવા માટેની સમિતિમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ (Gujarat Assembly First Female Speaker) નિમાબેનની આ સમિતિમાં વરણી થતાં ગુજરાતના રાજકીય ઈતિહાસ (Gujarat Political History) માટે એક મહત્વની ઘટના બની હતી.

17 અને 18 નવેમ્બર 2021 દરમ્યાન હિમાચલ પ્રદેશના શિમલા ખાતે યોજાયેલ 82મી અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની બેઠકમાં રજૂ કરાયેલ ઠરાવ મુજબ દેશની શ્રેષ્ઠ વિધાનસભા અથવા વિધાન પરિષદને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ આપવા માટેના માપદંડો તૈયાર કરવાની સમિતિમાં ભારતીય લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા સમિતિની રચના કરતા તેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજ મતવિસ્તારના ધારાસભ્ય નિમાબેન આચાર્યની સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી.

શનિવારે ગુજરાત વિધાનસભા સચિવાલયના ઉપ સચિવ પ્રવીણ પ્રજાપતિ તરફથી મળતી વિગત અનુસાર નિમાબેન આચાર્યને સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ વિધાનસભા અથવા વિધાન પરિષદ પસંદ કરવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવાની જાહેરાત થઈ હતી. નોંધનીય બાબત છે કે ભુજ મતવિસ્તારમાંથી સતત બીજી વખત ચુંટાયેલા ધારાસભ્ય નિમાબેન આચાર્યને ગત વર્ષે મંત્રીમંડળમાં ફેરબદલ બાદ વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા હતા. તેની સાથે જ તેઓ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા હતા.

આ પણ વાંચોશું છે પંચાયત, કેવી રીતે કરે છે કામ, પ્રધાન અને સચિવની શું છે ભૂમિકા: જાણો બઘુ જ

ઉલ્લેખનીય છે કે ગત મહિને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરુવનંતપુરમ્ ખાતે યોજાયેલ પાવર ઓફ ડેમોક્રસી અંતર્ગત દેશના તમામ મહિલા ધારાસભ્યોની સૌપ્રથમ રાષ્ટ્રીય પરિષદ યોજી હતી જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ પણ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય ઉદબોધન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Bhuj News, BJP MLA, BJP News, Gujarat Politics