ભુજઃMLA ડૉ. નિમાબેનના કાફલા પર હુમલા કેસમાં 7ની ધરપકડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 5:18 PM IST
ભુજઃMLA ડૉ. નિમાબેનના કાફલા પર હુમલા કેસમાં 7ની ધરપકડ
ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યની કાર પર ગઇકાલે હુમલાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ધારાસભ્યએ ભુજ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. તપાસ પછી ભુજ બી-ડિવીઝન પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી છે.ભાજપના આગેવાન સહિત 2 આરોપીની શોધખોળ ચાલુ છે. ઢોરી ગામથી ભુજ આવતા ધારાસભ્યની કાર હુમલો થયો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 5:18 PM IST
ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યની કાર પર ગઇકાલે હુમલાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ધારાસભ્યએ ભુજ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. તપાસ પછી  ભુજ બી-ડિવીઝન પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી છે.ભાજપના આગેવાન સહિત 2 આરોપીની શોધખોળ ચાલુ છે. ઢોરી ગામથી ભુજ આવતા ધારાસભ્યની કાર હુમલો થયો હતો.

nima
નોધનીય છે કે, ગઇકાલે ધારાસભ્યની કાર પર હુમલો ભુજ તાલુકાના લોરિયા ગામ નજીક પાંચથી સાત શખ્સોએ હુમલો કર્યો હતો. નીમાબેન આચાર્યની કારના કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું.ડ્રાઇવરની સમયસૂચકતાને પગલે નીમાબેન આચાર્યને બચાવી લેવાયા હતા.ઉલ્લેખનીય છે કે, ડૉ.નીમાબેન આચાર્ય ભુજમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે હઠુભા જાડેજા તેમના અંતરંગ વર્તુળોમાંનો મુખ્ય માણસ ગણાતો હતો. બાદમાં બંને વચ્ચે રાજકીય અંટશ પડી જતાં નીમાબેન અને હઠુભા વચ્ચે તીરાડ પડી ગઈ હતી. નીમાબેને હઠુભાને કોરાણે મુકી લોરિયામાં બીજા યુવા નેતાને આગળ કરતાં આ તીરાડ રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત થઈ ગઈ અને તેનું પરિણામ ગઈકાલે જોવા મળ્યું હતું તેમ ભાજપના જ ઘનિષ્ઠ સૂત્રો જણાવે છે.

જોકે આજે પત્રકારો સાથે વાત કરતા ડો. નિમાબેન આચાર્યએ સ્પષ્ટ કર્યું હતું. કે આ ઘટના બન્યા પછી તેઓ ભૂજ પહોંચ્યા હતા. અને પછી ગુજરાત સરકારના ગૃહ મંત્રી  અને ભાજપના પદાધિકારીઓ સાથે વાત કરીને મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોમાં મે કોઈના નામ આપ્યા નથી . આ હુમલા પછી તેમના અન્ય કાર્યકર્તાઓ તે પાછળ હતા તેમના કહેવા મુજૂ ગામના લોકો ઓળખાયા છે. અને તેની પોલીસ તપાસ ચાલી રહી છે.  હુમલો કરવા પાછળ રૂદ્દમાતા ડેેમના પાણીનો ધંધાકીય ઉપયોગ કરનારાઓએ કેનાલના વિકાસ કામનો વિરોધ કરી રહયા છે. તે હોઈ શકે છે જોકે જયાં સુધી તપાસમાં કંઈ બહાર ન આવે ત્યા સુધી કંઈ પણ સ્પષ્ટ થઈ શકે નહી.

First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर