જવાનોને મળતા દારૂનો અધિકારીઓ ગેરકાયદે વેપલો કરે છેઃ BSF જવાનનો વધુ એક વીડિયો વાયરલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 12:58 PM IST
જવાનોને મળતા દારૂનો અધિકારીઓ ગેરકાયદે વેપલો કરે છેઃ BSF જવાનનો વધુ એક વીડિયો વાયરલ
ભૂજઃબીએસએફના અધીકારીઓ પર આરોપ લાગતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ગુજરાતના કચ્છમાં જવાન દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરાયો છે જેમાં જવાનોને મળતા દારૂને ગેરકાયદે વેપલો કરાતો હોવાનો અધિકારી પર આરોપ લગાવાયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 12:58 PM IST
ભૂજઃબીએસએફના અધીકારીઓ પર આરોપ લાગતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ગુજરાતના કચ્છમાં જવાન દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરાયો છે જેમાં જવાનોને મળતા દારૂને ગેરકાયદે વેપલો કરાતો હોવાનો અધિકારી પર આરોપ લગાવાયો છે.

bsf javan vayral vidio kacch3

સુત્રોના જણાવ્યા મુજબ વીડિયો વાયરલ કરનાર BSF જવાનનું નામ  નવરત્ન ચૌધરી છે.વીડિયોમાં અધિકારીઓ પર સરમુખત્યારશાહી અને ગેરકાયદે દારૂનો આરોપ લગાવ્યો છે.BSF જવાન નવરત્ન ચૌધરીએ ફેસબુક પર વીડિયો કર્યો પોસ્ટ કર્યો છે. નવરત્ન ગાંધીધામ ખાતે ફરજ બજાવે છે.
પ્રજાસત્તાક દિવસે જ જવાને વીડિયો પોસ્ટ કર્યો છે.જવાનોને મળતા દારૂનો અધિકારીઓ ગેરકાયદે વેપલો કરતા હોવાનો આરોપ લગાવાયો છે.ફરિયાદ કરવામાં આવે તો તેની બદલી કરાય છે.BSFમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો નવરત્ન ચૌધરીનો આરોપ છે.

BSFના વાઈરલ વીડિયોમાં સત્તાવાર સૂત્રે ખુલાસો કરતા કહ્યુ છે કે નવરત્ન ચૌધરી BSFમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.કચ્છના ગાંધીધામમાં પોસ્ટિંગ હતું. નવરત્ન ચૌધરી 15 દિવસથી રજા પર છે.રજા પર જઈને યુનિફોર્મમાં તેણે વીડિયો વાઈરલ કર્યો છે.રજા પર ગયેલા ક્લાર્કને BSFનું તેડું આવ્યું છે.હેડકોન્સ્ટેબલ (વહીવટ) તરીકે કામ કરે છે.

કાયદાની વિરુદ્ધ જઈ કામ કર્યું હોવાની વાતને સત્તાવાર સૂત્રોનું સમર્થન છે. ગેરવર્તણૂક બદલ 2થી 3 વખત ટ્રાન્સફર થઈ ચુકી છે.ક્લાર્કના આક્ષેપની કાયદાકીય તપાસ થશે. જેની ભૂલ હશે તેની સામે પગલા ભરાશે.સમગ્ર મામલે BSF ગંભીર છે.ગેરવર્તણૂંક જણાશે તો પગલા ભરાશે.
First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर